કલાકારો: કૃતિ ખરબંદા, રાજકુમાર રાવ, સુધીર મિશ્રા
ડાયરેકટર:રત્ના સિંહા
મ્યુઝિક: આનંદ રાજ આનંદ, આરકો
ફિલ્મ ટાઈપ:રોમેન્ટિક કોમેડી
ફિલ્મની અવધી:૨ કલાક ૧૫ મિનિટ
સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
રેટિંગ:૫ માંથી અઢી સ્ટાર
સ્ટોરી: સત્યેન્દ્ર ઉર્ફે સતુ (રાજકુમાર રાવ) અને આરતી (કૃતિ ખરબંદા)ના એરેન્જ મેરેજ નકકી થાય છે. પ્રથમ મુલાકાતમાં જ બંને એક બીજાને દિલ દઈ બેસે છે. સગાઈથી લગ્નના ગાળાના દિવસો દરમિયાન બંને ખૂબ એન્જોય કરે છે. જાણે જનમોજનમ સાથ નિભાવવાની કસમ ખાય છે. પરંતુ લગ્નના દિવસે આરતી કયાંક ચાલી જાય છે. બાદમાં સત્યેન્દ્ર પ્રેમાળ મંગેતરમાંથી ઝખ્મી આશિક થઈ જાય છે. આગળ શુય થાય છે? તે જાણવા તમારે ફિલ્મ ‘શાદી મેં જ‚ર આના’ નો કલાયમેકસ જોવો પડશે.
એકિટંગ:અત્યારે યુવા અભિનેતા રાજકુમાર રાવને બીજો આમીર ખાન માનવામાં આવે છે. ફિલ્મમાં તે સત્યેન્દ્ર ઉર્ફે સતુના કિરદારમા છવાઈ ગયો છે. જેના લીધે કૃતિ ખરબંદાની એકિટંગ ઝાંખી લાગે છે. આરતીની ભૂમિકામાં તેનું કામ જસ્ટ ઓ.કે. અન્ય સપોટિંગ કલાકારોનું કામ ઠીકઠાક છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકુમાર રાવની ઘણી ફિલ્મો આવી જેમાં ફિલ્મ ‘ન્યૂટન’ને તો ઓસ્કારમાં વિદેશી ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું છે.
ડાયરેકશન:યોગાનુયોગ શુક્રવારે રીલીઝ થયેલી બંને ફિલ્મોની ડાયરેકટર મહિલા છે. ઈરફાન ખાનની ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ની ડાયરેકટર તનુજા ચંદ્રા છે. જયારે ફિલ્મ ’શાદી મેં જ‚ર આના’ની ડાયરેકટર રત્ના સિંહા છે. તેઓ ભોજપુરી ફિલ્મો થકી બોલીવૂડમાં પ્રવેશ્યા છે. તેમણે ઈન્ટરવલ પછી ફિલ્મની લંબાઈ ઓછી રાખી હોત તો વધુ સા‚ હતુ. ફિલ્મનો ફર્સ્ટ હાફ મનોરંજક છે. સેક્ધડ હાફમાં ફિલ્મ કોમિક ટ્રેક પરથી ઉતરી ગઈ.
મ્યુઝિક:ફિલ્મના ગીતોમાં એક આઈટમ સોન્ગ ‘મારો પલ્લો લટકે’ પડદા પર માણવાલાયક છે. અન્ય કોઈ ગીતો લોકપ્રિય થઈ શકયા નથી. બાય ધ વે, આ ફિલ્મનું મ્યુઝિક આનંદ રાજ આનંદ અને આરકોએ તૈયાર કર્યું છે. તેમના મ્યુઝિકથી ફિલ્મને કોઈ ફાયદો થયો નથી.
ઓવરઓલ:‘શાદી મેં જ‚ર આના’ ૨ કલાકને ૧૫ મિનિટની એક મનોરંજક ફિલ્મ છે. ઉત્તર પ્રદેશનું બેકગ્રાઉન્ડ છે. રાજકુમાર રાવના ચાહકોને જ‚ર ગમશે. ટાઈમ પાસ મૂવી.