- અબતકની શુભેચ્છા મુલાકાતે એસ.એચ. મ્યુઝીક ગ્રુપના સભ્યોએ આપી વિગત
- લે ચલ… લે ચલ મેરે જીવન સાથી
રાજકોટના એસ.મે. મ્યુઝક ગ્રુપના હીના ટાંક તેમજ સંજય ટાંક દ્વારા તા. 6-7 ને શનિવારે રાત્રે 9 કલાકે હેમુગઢવી ઓડિટોરિયમ (મુખ્ય હોલ) માં કરાઓકે મ્યુઝીકલ ઇવેન્ટ લે ચલ… લે ચલ મેરે જીવન સાથી નું આયોજન રાજકોટના સંગીતપ્રેમી લોકો માટે કરવામાં આવ્યું છે. અબતકની શુભેચ્છા મુલાકાતે સંજય ટાંકે જણાવ્યું હતું કે, એસ.એમ. મ્યુઝક દ્વારા કરાઓકે ટ્રેક પર કાર્યક્રમ અપાઇ રહ્યો છે. તો રાજકોટના સંગીતપ્રેમી લોકોની શનિવારની રાત સુરમઇ બની રહે તેમજ સહપરિવાર સંગીનની મજા માણી શકે તે હેતુથી એસ.એમ. મ્યુઝક ગ્રુપના સંજય ટાંકની સાથે મહેશ દુદકીયા, ભરત સોનછાત્રા, હીના કોટડીયા તેમજ જિગીશા રાવલ પોતાની કળા પ્રસ્તુત કરશે તેમજ કાર્યક્રમનું સંચાલન એસ.એમ. મ્યુઝક ગ્રુપના સંજય ટાંક સંભાળશે.
આ મ્યુઝીકલ ઇવેન્ટ માં લતા મંગેશકર, આશા ભોંસલે, શ્રેયા ઘોષાલ, તેમજ મો. રફી. હેમંતકુમાર, કિશોરકુમાર, મુકેશ અમીતકુમાર હરિહરન, જગજીતસિંઘ અભિજીત ભટાચાર્ય, મનહર ઉઘાસ, બાબલા મહેતા દ્વારા ગવાયેલા જુના નવા ગીતો એકધારા (નોન સ્ટોપ) રજુ કરવામાં આવશે. એસ.એચ. મ્યુઝક ગ્રુપના સંજય ટાંક દ્વારા આ કાર્યક્રમ વિનામૂલ્યે હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એ થી જે લાઇન છોડી પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતીુ જેમાં એસ.એચ. મ્યુકલ ગ્રુપતા કલાકારો એક અલૌકિક સંગીતની દુનિયાની સફર કરાવશે. એસ.એચ. ના સર્વે કલાકારો રાજકોટના સંગીત પ્રેમી લોકોને આ કાર્યક્રમ માણવા અપીલ કરવામાં આવ્યા છે.
અબતકની શુભેચ્છા મુલાકાત માટે સંજય ટાંક, મહેશ દુદકીયા, ભરત સોનછાત્રા, હીના કોટડીયા, જિગીશા રાવલ ઉ5સ્થિત રહ્યા હતા.