નવી દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકારતા હેમલ પંડયા
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષતા નીચે ચાલતી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં ૪૦૦ બાળકો, જેમાં ૪૦ બાળકો એનઆરઆઈના, ૫૦ બાળકો આંતરરાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ વેગેરેના અને શાળામાં સીટીના ૧૨૦૦ બાળકો મળી ૧૬૦૦ વિદ્યાર્થીઓ સંસ્કાર સભર આધુનિક શિક્ષણ મેળવે છે.
ખરેખર એસજીવીપી સ્કુલ સ્ટડી, સ્પોર્ટસના આદર્શ સાકાર કરવાની સાથે કે.જી.થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રદુષણ રહિત વિશુદ્ધ પર્યાવરણ, એ.સી.હોસ્ટેલ, આંતરરાષ્ટ્રિય કક્ષાનું લીલુછમ મેદાન, વળી ખેલકૂદ કૌશલ્ય મેળવવા માટે ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્વીમીંગ, હોર્સ રાઇડીંગ, સ્કેટીંગ, લોન ટેનિસ વગેરે ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
તાજેતરમાં નવીદિલ્હી ખાતે યોજાયેલાં એજ્યુકેશન વર્લ્ડ અવોર્ડ ૨૦૧૯માં, બોય્સ ડે સ્કુલ કેટેગરીમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલને અમદાવાદની નંબર વન અને સમગ્ર ગુજરાતની બીજા નંબરની સ્કુલનો રેન્ક આપી અવોર્ડ આપવામાં આવ્યો હતો. સંસ્થા વતિ સ્કુલના ચિફ એડમિનિસ્ટ્રેટર હેમલ પંડ્યાએ આ ઍવોર્ડ સ્વીકાર્યો હતો.