એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા માછલીથી માંડીને માનવ સુધી વિવિધ ક્ષેત્રે સેવાયજ્ઞ શરુ કરવામાં આવેલ છે.માખાવડ ગૌશાળા, સરદાર ગૌશાળા અને ગોંડલ ગૌશાળાની ૨૦૦૦ ઉપરાંત ગાયોને લીલુ ઘાસ નખાયું.
આ ઉપરાંત અંધજન કલ્યાણ મંડળ રાજકોટ, જુનાગઢ, કચ્છના માધાપર, ભચાઉ વગેરે ગામોમાં અંધજનોને ભાોજન અને જીવન જરુરિચાતની કીટ અર્પણ કરવામાં આવી.
તેમજ માધાપર ગામની આજુબાજુના ગામોમાં અપંગ માનવ મંડલના દિવ્યાંગોને વ્હીલ ચેર, અનાજની કીટ, અનાથ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત પક્ષીઓેને પાણી પીવા માટે સ્થળે સ્થળે પાણીના કુંડા મૂકવામાં આવ્યા. આ સેવા યજ્ઞ હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને તીર્થસ્વરુપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે, તેમ શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જ્યારે એસજીવીપી છારોડી ગુરુકુલમાં ૨૦૦ ગાયો, રીબડા ગુરુકુલમાં ૪૫ ગાયો અને દ્રોણેશ્વર ગુરુકુલમાં ૬૦ ગાયોની સેવા થઇ રહેલ છે. મચ્છુન્દ્રી નદીને કિનારે,જેના મસ્તક પર સતત જલધારા વહી રહી છે તે દ્રોણેશ્વર મહાદેવની સમીપમાં અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનાસાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલમાં અધિક માસની પૂર્ણિમાના દિવસે ઓન લાઇન મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત અને અન્ય વિદેશી હરિભકતો પણ જોડાયા હતા.
મહાપૂજાના કાર્યક્રમ બાદ માધવપ્રિયદાસજી સ્વામીએ કપિલા ગાયને મસ્તકે કુમકુમનો ચાંદલો કરી હાર પહેરાવી, સુખડી ખવરાવી પૂજન કરી ગાયોની આરતિ ઉતારી હતી.ગૌપૂજનમાં ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી,હરિદર્શનદાસજી સ્વામી, હરિપ્રિયદાજી સ્વામી જોડાયા હતા.