પુરાતત્વ ક્ષેત્રે સંશોધનના માત્ર 7 વર્ષમાં જ પી.પી. પંડયાએ પ્રાગૈતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયના ર00 થી વધુ સંશોધનો કર્યા
પૂ. માધવપ્રિયદાસજી એ. પી.પી. પંડયાને મરણોતર પુરાતત્વ મહારત્ન એવોર્ડ આપી પંડયાના અમૂલ્ય કાર્યોને જગત સમક્ષ ઓનલાઇન આંતર રાષ્ટ્રીય સતસંગ સભા દ્વારા કર્યુ જાહેર
ગુજરાતમાં સૌથી વધુ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધનાર, વતન પરસ્ત પુરાતત્વવિદ પી.પી. પંડયાએ એમ.એ.માં પુરાતત્વ વિષયનો પઘ્ધતિસરનો અભ્યાસ અમદાવાદની ભો.જે. વિઘાભવન (મુંબઇ યુનિવર્સિટી)માં કર્યો જેમાં પુરાતત્વના પેપર્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા.
ભારત સરકારના પુરાતત્વ વિભાગે દિલ્હીમાં રાજય સરકાર તરફથી પુરાતત્વીય તાલીમ લેવા શિષ્યવૃતિ જાહેર કરેલ તે માટે અરજી કરતા તેમને કહેવામાં આવ્યું કે વિભાગ હેઠળના જામનગર મ્યુઝીયમના કયુરેકટર હોદા માટે અરજી કરો તેથી અરજી કરીુ: અને પી.પી. પંડયાનો પુરાતત્વ વિભાગમાં પ્રવેશ થયો, અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ તરફથી બે વર્ષના સમય માટે તાલીમ માટે સ્કોલરશીપ મંજુર થયા. અઢી મહીના સુધી ફીલ્ડ વર્કની ઉત્ખનનની તાલીમ લીધી પણ પછીની તાલીમ માટે સૌરાષ્ટ્ર સરકારે તેમને ના તો ચાલુ ફરજે મોકલ્યા કે ન તો તેના માટે રજા મંજુર કરી, પણ પી.પી. પંડયા તો પુરાતત્વનો જીવ તેમણે સ્વખચેૃ અને કપાત પગારે ઉન્ખન્નની મહત્વની અને પુરાતત્વ
ના દરેક પાસાની ભરપુર તાલીમ લીધી. બાદમાં પુરાતત્વ વિભાગની પોતાની કચેરીમાં હાજર થયા અને પોતાનું સંશોધન કાર્ય શરુ કર્યુ. સૌરાષ્ટ્ર રાજયના પુરાતત્વ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી થતા તે પોસ્ટ પર પબ્લીક સર્વિસ કમીશન દ્વારા પી.પી. પંડયાની પસંદગી થઇ, છેલ્લા ત્રણ વર્ષ તેમણે મહત્વનું સંશોધન કાર્ય કરેલ તેથી રાષ્ટ્રીય કક્ષાએ તેમના કાર્યની નોંધ લેવામાં આવતી. તેથી રાજયના સુપ્રિન્ટેન્ડન્ટ બનતા ભારતના પુરાતત્વ વિભાગના ડાયરેકટર જનરલ ડો. એ.ઘોષ, આસી. ડાયરેકટર જનરલ ડો. એમ.એન. દેશપાંડે, વિશ્ર્વ પ્રસિઘ્ધ પુરાતત્વવિદ ડો. એચ.ડી. સાંકળીયા, ડો. સુબ્બારાવ સહિતના દેશના અગ્રણી પુરાતત્વ વિદોએ તેમને આવકાર સાથે અભિનંદન પાઠવ્યા
રાજયના પુરાતત્વ ખાતાના વડા બનતા રાત દિવસ મહેનત કરી આશરે ર100 કી.મી. નો પગપાળા પ્રવાસ કરી તેમનો સર્વે કરી ઉત્ખનન કાર્ય શરુ કર્યા.
પુરાતત્વ ક્ષેત્રે સંશોધનના ફકત 7 વર્ષમાં જ પુરાતત્વ વિદ પી.પી. પંડયાએ પ્રાગૈતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયના ર00 ઉપરાંત સંશોધનો કર્યા, જે ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા પ્રસિઘ્ધ થયેલ ‘ઇન્ડિયન આકયોલોજી – એ રિવ્યું’ દિલ્હીમાં પ્રસિઘ્ધ થયેલ છે. પુરાતત્વને વરેલો છું અને પુરાતત્વક્ષેત્રે કાર્ય કરતા સહીદ થવું છે. આવી ઉચ્છા જામનગર જીલ્લાના લાખાબાવળ ખાતેના ઉત્ખનન સ્થળ પરથી રાજયના શિક્ષણ અને પુરાતત્વ વિભાગના મીનીસ્ટરને સંશોધન અંગે માહીતી આપતા પત્રમાં જણાવેલ હતું. અને તેમ જ થયું આ તેજસ્વી પુરાતત્વવિદે સતત કાર્યરત રહી ફકત ઓગણચાલી (39) વર્ષના આયુષ્યમાં જ આ દુનિયામાંથી વિદાય લીધી.
સમાજ અને સરકાર દ્વારા ભુલાવી દેવાયેલ આ પ્રખર પુરાતત્વવિદના મહાન સંશોધન કાર્યોની નોંધ લઇ શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્ર્વ પ્રસિધ્ધ સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી સંસ્થા, અમદાવાદના અધ્યક્ષ આદરણીય પૂ.સ્વામી માધવપ્રિયદાસજીએ પી.પી. પંડ્યાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ આપી પી.પી. પંડ્યાના અમૂલ્ય કાર્યોને જગત સમક્ષ ઓનલાઇન આંતરરાષ્ટ્રીય સત્સંગ સભા દ્વારા જાહેર કર્યું.
એવોર્ડ જાહેર થતા રાજ્ય અને રાજ્ય બહારથી મહાનુભાવો, વિદ્વાનોએ અભિનંદન પાઠવ્યા જે અનુસંધાને શતાબ્દી વર્ષ હોય વિવિધ ક્ષેત્રના વિદ્વાનો, મહાનુભાવોના પી.પી. પંડ્યાના અમૂલ્ય પ્રદાન અંગે વિચારો વ્યક્ત કરતું “શતાબ્દી વંદના પુરાતત્વ મહારત્ન પી.પી. પંડ્યા” પુસ્તક પ્રસિધ્ધ કરવાનું પંડ્યા પરિવારે નક્કી કર્યું જેને અવિરત આશિર્વાદ પ્રાપ્ત થયા.
તા.20 ઓક્ટોબર અને શરદપૂર્ણિમાના પાવન દિવસે વિશ્ર્વભરમાં આદરભર્યુ સ્થાન ધરાવતા પૂ.સ્વામી માધવપ્રિયદાસજીના આશિર્વાદ સાથે તેમના હસ્તે એસજીવીપી ગુરુકુળ, છરોડી અમદાવાદ ખાતે ‘શતાબ્દી વંદના પુરાતત્વ મહારત્ન પી.પી. પંડ્યા’ પુસ્તકનું વિમોચન શરદોત્સવ દરમ્યાન કરવામાં આવ્યું. પૂ.સ્વામીએ આર્શીવચન આપતા પ્રસન્નતા સાથે પુરાતત્વવિદ પી.પી.પંડ્યાને પુરાતત્વક્ષેત્રના ઋષિ ગણાવી જણાવેલ કે તેઓ તેમના અમૂલ્ય સંશોધન કાર્યોથી હંમેશા યાદ રહેશે. આ પુરાતત્વવિદે પ્રાચીન સંસ્કૃતિના પુરાવા આપવા જેવું અત્યંત જરૂરી કાર્ય કરેલ છે.
નોંધનીય છે કે 1950 થી 1973 સુધીના સમયના 31 વિદ્વાનોએ અને 2020-21ના 65 વિદ્વાનોએ પોતાના પી.પી. પંડ્યાના સંશોધન કાર્યો અંગેના વિચારો વ્યક્ત કર્યા.
પુસ્તક વિમોચનનાં કાર્યક્રમ સમયે એસજીવીપીના પટાંગણમાં દેશ-વિદેશથી આવેલ મહાનુભાવોની હાજરી હતી. ઉપરાંત પંડ્યા પરિવારના મનીષભાઇ પંડ્યા, હિતેશભાઇ પંડ્યા, પરેશ પંડ્યા, હિમાશું પંડ્યા, યશદત્ત પંડ્યાએ ઉ5સ્થિત રહ્યાં હતાં.