અમદાવાદ આઈ.આઈ.એમ. ખાતે ઇન્ટરનેશનલ પીસ રિચર્ચ એસોસિએશન દ્વારા ઇન્ટરનેશનલ પીસ કોન્ફરન્સનું આયોજન યું હતું. જેમાં વિશ્ર્વના ૫૮ દેશોમાંથી’ ૧૫૦ી વધારે શાંતિ સંશોધકો અને શાંતિ નિષ્ણાંતો પધાર્યા હતા.
આ ઈન્ટરન્ોશનલ પીસ રિચર્ચ એસોસિએશન ઈ.સ. ૧૯૬૪ થી દૃુનિયાભરમાં કાર્યરત છે. દર વર્ષે દૃુનિયાના વિવિધ દેશોમાં યોજાતી પીસ કોન્ફરન્સ આ વખતે અમદૃાવાદૃ ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે વિશ્ર્વભરમાં પારંપરિક મૂલ્યોનું જતન, શિક્ષણ ક્ષેત્રે અજોડ કાર્ય અને વિવિધ સંસ્કૃતિઓમાં પારસ્પરિક સુદભાવ કેળવવા બદલ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને કાર્યરત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ – એસજીવીપી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મેનેજમેંટ એસોસિએશન, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીને ‘ક્રિએટર ઓફ પીસ એમ્બેસેડર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સંસ્થાના સેક્રેટરી ડૉ. કાત્સુયા કેદામા, ફાઉન્ડર ડો. મુકુંદૃભાઇ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. એસજીવીપીને પ્રાપ્ત આ એવોર્ડ પૂજ્ય સ્વામીજી વતી સાધુ ભક્તિવેદાંતદાસજીએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ખાસ જાપાની પધારેલ ડેલિગેસનના સભ્યોએ એસજીવીપીની મુલાકાત લીધી હતી.