900 વિદ્યાર્થીઓએ અને 40 શિક્ષકોએ સાથે મળી મતદાન કરવા કર્યો હતો અનુરોધ
લોકશાહીનો આધાર સ્થંભ એટલે મતદાન.નો અધિકાર. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. આપણે આપણા ભારતીય ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવીયે છીએ. આપણા ભારતીય તહેવારો દર વરસે આવે છે. જ્યારે લોકશાહી પર્વ તો પાંચ વરસે આવે છે. માટે મતને પવિત્ર માની ભારતમાતાનું સર્વ રીતે રક્ષણ થાય, વિકાસ થાય તેવા હેતુથી અવશ્ય આપણો પવિત્ર મત આપીએ.
જૠટઙ ઇન્ટરનેશનલ સ્કુલ છારોડી અમદાવાદના વિશાળ મેદાનમાં મતદાન મારો અધિકાર છે એ વિષય પર જૠટઙ ઇન્ટરનેશનલ સ્કુલના 900 ઉપરાતં વિદ્યાર્થીઓએ અને 40 જેટલા શિક્ષકોએ સાથે મળી માનવ સર્જિત હાથ અને બટન બનાવી દરેકે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ રીતે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્યા પદ્માબેન કુમાર, હેમલભાઇ પંડ્યા, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા મતદાનની જાગૃતિ માટે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.