શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં
સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ -એસજીવીપીના અધ્યક્ષ શાી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં, પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિ માં, રાજકોટ પાસેના વાવડી ગામે, એસજીવીપી ગુરુકુલ, રીબડા દ્વારા ધનુર્માસના પ્રસંગે પંચ દિવસીય નીલકંઠ વર્ણી ચરિત ગાાનું આયોજન કારવામાં આવ્યું છે.
કાનો સમય રાત્રે ૦૮:૩૦ થી ૧૦:૩૦ રાખવામા આવેલ છે. પૂર્ણાહુતિ તા. ૨૩-૧૨-૨૦૧૮ ના રોજ થશે. કથાના પ્રથમ દિવસે પરશોત્તમભાઈ બોડા, રસિકભાઈ દોંગા, વિનુભાઇ કોરાટ, કાનાભાઇ કોરાટ, ભરતભાઇ નાસિત વગેરેએ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તા સોના સંત મંડળનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
કાના પ્રારંભમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી,પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાન નીલકંઠ વર્ણીના હિમાલય યાત્રાના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. આ કથામાં રાજકોટ, વાવડી, પારડી, ગુંદાસરા, ખોખરદડ, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.