પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિ
એસજીવીપી ગુરૂકુલ પરિવાર દ્વારા દ્રોણેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં મચ્છુન્દ્રી ગંગાના કિનારે જલજીલણી મહોત્સવ ઉજવાયો હતો.
ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા મચ્છુન્દ્રી ગંગાના તટે જળજીલણી મહોત્સવ: જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિ.
ભારતીય શાસ્ત્રો મુજબ ચોમાસાના ચાર મહિના એટલે ચાતુર્માસ. આ સમય દરમ્યાન ભગવદ્દ આરાધકો વિશેષ નિયમ સાથે ભજન કરે છે. અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી. ત્યારે ભગવાન ક્ષીર સાગરમાં પોઢી જાય છે. અને ભાદરવા સુદ એકાદશીએ પરિવર્તિની એકાદશી, આ પવિત્ર દિવસે ભગવાન નારાયણ પડખું ફરે છે. આવી ભાવના સાથે જોડાયેલ આ દિવસને ભક્તો ખાસ કરીને વૈષ્ણવ પંથી લોકો ભગવાનને નદી, તળાવ કે સરોવરમાં હોડીમાં બિરાજમાન કરી જળમાં વિહાર કરાવે છે. જળ સ્રોતમાં આવેલા નવા નિરથી સર્વ પ્રથમ ઠાકોરજીનો અભિષેક થાય ત્યારબાદ જીવપ્રાણીને એ પ્રસાદી યુક્ત જળ ઉપયોગ કરવા મળે છે.
આજના આ મહામુલા ઉત્સવમાં એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વિઘાણી તથા રાજેશભાઈ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જીતુભાઈનો જન્મદિવસ હોઈ પૂજ્ય સંતોએ એમને સવિશેષ જનસેવા કરી શકે એવા આશીર્વાદ સાથે સન્માન કર્યું હતું.
ખાસ કરીને એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા છેલ્લા ત્રીસથી વધુ વર્ષથી નાઘેર પંથકમાં દ્રોણેશ્વર મહાદેવજીના તથા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં મચ્છુન્દ્રી ગંગાના કિનારે આ મહામુલો ઉત્સવ ઉજવાય છે. આ મહોત્સવ ન માત્ર ધાર્મિક જ બની રહે છે પરંતુ આવનાર સૌકોઈ ને જીવન બોધપાઠ મળે એવા આયોજન કરાય છે.
મુખ્ય કાર્યક્રમ નદી પૂજન, ચાર આરતી, ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાસ-નૃત્ય, સફાઈ અભિયાન, પ્લાસ્ટિકથી પૃથ્વી બચાવો, પૂજ્ય સંતો ના આશીર્વચન. ઉત્સવના દસ દિવસ પહેલા સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને આજ્ઞાથી અમરેલી જીલ્લાના અને ગીરસોમનાથ જીલ્લાના સોથી વધુ ગામોમાં એસજીવીપી ગુરુકુલના ૨૦ જેટલા પૂજ્ય સંતો વિચરણ કરી સફાઈ અભિયાનની ઝુંબેશ ચલાવે છે. આ સમગ્ર કાર્યક્રમને સ્વયંસેવક મિત્રો સેવાથી શોભાવે છે.