ગુજરાતમાં સ્ટેટ જીએસટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, રાજ્યમાં જુદાજુદા સેક્ટરમાં ચાલતી કરચોરીને અટકાવવા માટે મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજ્યમાં કુલ 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કુલ 52 સ્થળ પર 8.10 કરોડની વધુની કરચોરી પકડાઇ હતી. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટમાં આ મોટા કાર્યવાહી હાથ ધરીને તપાસ હાથ ધરી હતી. કરચોરી અટકાવવા જીએસટી વિભાગે રાજ્યમાં કુલ 23 વેપારીઓના ત્યાં 52 સ્થળો પર દરોડા પાડ્યા હતા, ગઈકાલે સાંજથી રાજ્યમાં મોટા શહેરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, નવસારી અને ડાંગમાં 52 સ્થળો પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને 8 કરોડ 10 લાખની કરચોરી પકડી પાડી હતી.

પટેલ બેંગલ્સ એન આર ગ્રુપમાં દરોડા: મહિલા સૌંદર્ય ચીજ વસ્તુ પર ત્રણ ટકા ટેક્સ ના ભરતા હોવાનું સામે આવ્યું: એસજીએસટી આગામી સમયમાં જીએસટી નંબરની તપાસ ચલાવશે

આમાં સુરતમાં ચૌટાની પટેલ બેંગલ્સ, રિંગ રોડના ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને સાપુતારાની 7 હોટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બંગડીના વેપારી ત્યાથી સવા કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ, તો નવસારીના મરોલી વિસ્તારમાં ગુપ્તા ટ્રાન્સપોર્ટમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી.સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.  દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવકમાં વાર્ષિક આધારે  મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે  એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2023માં કુલ જીએસટી આવક 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. ગયા મહિને ઓગસ્ટમાં કુલ જીએસટી આવક 1,62,712 કરોડ રૂપિયા હતી.જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,818 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,657 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 83,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (સામાનની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 881 કરોડ સહિત) હતો. સપ્ટેમ્બરમાં ૠજઝ કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.