આપણે બાળકોને બાજારૂ ખોરાક અને જંક ફુડથી દુર રાખવા સતત ટોકયા કરીએ છીએ તેનાથી બાળકોના મનમાં ખોરાક માટેનો અણગમો ઉભો થાય છે. ધોળકિયા સ્કૂલ દ્વારા બાળકોને જંક ફુડથી દુર રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે બાજારૂ ખોરાકને બદલે આરોગ્યપ્રદ ખોરાક શી રીતે તૈયાર થાય છે તેની સમજણ આપવામાં આવી અને ધો.૭ના બાળકો દ્વારા ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફેસ્ટીવલમાં મસાલા દાળ, બાફેલી મકાઈ, ભેળ હાઈજેનિક સેવ પુરી, લીંબુ પાણી, ચના મસાલા, છાશ સહિતની અનેક વસ્તુઓ હાઈજેનિક રીતે તૈયાર કરી બાળકોએ સ્ટોલમાં વેચાણ માટે મુકી હતી. એક દિવસ ચાલેલા આ ફુડ ફેસ્ટીવલનો બહોળી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો. આ ફુડ ફેસ્ટીવલનું ઉદઘાટન કરતા મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ધોળકિયાએ જણાવ્યું કે, બાળકોને સતત અટકાવવાને બદલે તેને વિકલ્પ પુરો પાડીએ તો બાળકો અવશ્ય સારી આદતો કેળવશે.