ભારતીય સેના આજના સમયમાં દુનિયાની અગ્રણી સેનાઓમાંની એક છે. ભારતીય સેના જોશ હોશ અને તાકાત ત્રણેયથી પરિપૂર્ણ છે. ૧૪ ફેબ્રુઆરીનો દિવસ દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયો. આપણી સેનાનાં ૪૪ જેટલા સીઆરપીએફના જવાનો જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલાના શિકાર બન્યા અને જોત જોતામાં પ્રેમનો દિવસ લોહિયાળ દિવસ બન્યો. સમગ્ર દેશ આ જવાનો પ્રત્યે શોકમગ્ન બની રહ્યો છે ત્યારે એસ.જી.ધોળકિયા શાળા સંકુલના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકો દ્વારા શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળ્યું અને પુષ્પ અર્પણ કરીને જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
એસ.જી.ધોળકિયા મેમો.શાળા સંકુલમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ
Previous Articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા સમયથી બંધ CCTV મોનિટરિંગ રૂમની રૂબરૂ મુલાકાત લેતા સૌ.યુની.ના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી
Next Article આપણે બંને 18ની ઉમરે ઓળંગ્યો ઉંબરૉ…!