શિક્ષણ ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતોના સચોટ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ ખોવાયેલો વિશ્ર્વાસ પાછો મેળવી શકશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, શિક્ષણધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે આયોજન 

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શૈક્ષણિક, સામાજીક અને સેવાકિય અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરતું જાગૃત સંગઠન છે. હાલમાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતીને લીધે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓને ઘણી વિપરીત અસર થવા પામી છે, આવા સંજોગોમાં આવનારી બોર્ડની પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓની વધતી મુંઝવણ સ્વાભાવિક છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાઓની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવાના હેતુસર રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે આગામી તા. 11 એપ્રિલ, રવિવારે સવારે 11:00 કલાકે ઓનલાઇન એસએફએસ સંવાદ વિદ્યાર્થી વિશ્વાસ વિષય પર યોજાશે.

આ સંવાદના વિષય ઉપર પ્રકાશ પાડતા  શિક્ષણવિદ અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતાના કહેવા અનુસાર આવનારી બોર્ડની પરિક્ષાઓ અંગે વિદ્યાર્થીઓના મનમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.ધોરણ 12નું વર્ષ વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વ ધરાવે છે, કારણકે તેના થકી જ તેમની કારકિર્દીની દિશા નક્કી થાય છે.  હાલની કોરોના પરિસ્થિતી દર વર્ષ કરતા વિપરીત અને કઠિન છે એટલે વિદ્યાર્થીઓની મનોદશા સમજી શકાય તેવી છે. તેથી જ આ સંવાદ ના માધ્યમથી તેમની મુંઝવણ અને પરેશાની દુર થાય તેવું અમારુ ધ્યેય છે. આવા સમયે જો તેઓને શિક્ષણક્ષેત્રના અનુભવી નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન મળે તો તેમનો ખોવાયેલો વિશ્વાસ ફરી પ્રાપ્ત થઈ શકે છે.

આ સંવાદમાં રાજકોટની શક્તિ સ્કૂલના પ્રિન્સીપાલ અને ચેરમેન  બ્રિજેશ મહેતા, ઉત્કર્ષ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી  વિમલ છાયા, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશનના ડાયરેકટર  મેહુલ દવે અને જાણીતા લેખક-શિક્ષક અને ટ્રેનર  ભાવેશ પાઠક ઓનલાઈન સંવાદના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે જોડાઈને તેમને માર્ગદર્શિત કરશે. આગામી સમયમાં વિદ્યાર્થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10 અને 12ના કોમર્સ, સાયન્સ અને આર્ટસના વિદ્યાર્થીઓ માટે વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શક સેમિનારો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા મોટિવેશનલ વેબિનારના પણ આયોજન કરવામાં આવશે તેમ મહેતાએ જણાવ્યું હતુ.

સંવાદના પ્રથમ વક્તા  બ્રિજેશ મહેતા રાજકોટની જાણીતી શક્તિ સ્કૂલના પ્રિન્સીપાલ અને ચેરમેન છે, તેમણે કેમેસ્ટ્રી વિષયમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. સંવાદના બીજા વક્તા ઉત્કર્ષ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી  વિમલ છાયા એમઈની પદવી પ્રાપ્ત કરી છે. તેમને વિજ્ઞાન વિષયમાં 23 વર્ષ શિક્ષણ આપવાના અનુભવના કારણે ફિઝિકસ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ જાણીતા મોટીવેશનલ સ્પિકર પણ છે. સંવાદના ત્રીજા અતિથી વકતા  મેહુલ દવે સેન્ટર ઓફ એક્સટેન્શન સ્ટડીઝ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશન, ગાંધીનગરના ડાયરેકટર છે. તેઓ માઈક્રોબાયોલોજી અને લાઈફ સાયન્સ વિષયમાં 21 વર્ષનો અધ્યાપનનો અનુભવ ધરાવે છે. સંવાદના ચોથા વક્તા  ભાવેશ ઠાકર ધોરાજીની  એ.ઝેડ. કનેરિયા હાઈસ્કૂલના 11-12 ધોરણના વિજ્ઞાન અને ગણીતના શિક્ષક છે. ઉપરાંત સારા લેખક અને ટ્રેનર પણ છે.

બોર્ડની પરિક્ષાઓ અંગે સચોટ માર્ગદર્શન મેળવવા માટે સર્વે વિદ્યાર્થીઓને આ સંવાદનો લાભ લેવા શ્રી ડી.વી.મહેતા ઈજન કરે છે. આ જઋજ સંવાદના સફળ આયોજનમાં રાજય મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખ શ્રી અવધેશભાઇ કાનગડ, વગેરેના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ છે.

ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર શ્રી જયદિપભાઈ જલુ અને શ્રી મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં બેડીપરા ઝોનના ઉપપ્રમુખ શ્રી રામભાઈ ગરૈયા, ગાંધીગ્રામ ઝોનના ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ ગોજીયા, જામનગર રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી એચ. એ. નાકાણી, કાલાવાડ રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી સુદિપ મહેતા, કોઠારીયા રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ માયાણી અને મવડી ઝોનના ઉપપ્રમુખ શ્રી રાજકુમાર ઉપાધ્યાય તેમજ મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.