તેના અધિકારો માટે 1975માં આજના દિવસે 100 સેક્સ વર્કરે ફ્રાન્સના લિયોન શહેરમાંથી મુવમેન્ટ શરૂ કરીને દુનિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાથી સતત આ સમાચારો ચમકતા રહ્યા છે. વિશ્વના સૌથી જૂના આ વ્યવસાય પ્રત્યે સમાજની સોચમાં બદલાવ લાવવાની જરૂર છે. બન્ને સ્ત્રી-પુરૂષ પુખ્ય ઉંમરના હોય અને સ્વેચ્છાએ એકબીજા આનંદ માળે તેમાં કશુ નડતરરૂપ ન હોય શકે. વૈશ્યાવૃત્તિએ કાનૂની વ્યવસાય છે અને આ વિચારની આદત પાડવી જ પડશે. સમાજે હવે તેની સોચ બદલીને તેને જોવાની જરૂર છે. તેને મહિલાઓના દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. આ સાથે જોડાયેલી લાખો મહિલાની મુશ્કેલી વિને સમાજનું ધ્યાન કેન્દ્રીત થાય તે હેતુથી આજે સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર દિવસ ઉજવવામાં આવે છે. તેના બીજા દિવસે તેમના અધિકારો પરત્વે રક્ષણ સંદર્ભે સમાજમાં જાગૃતિ લવાતી હોય છે.
સમાજનો અસહયોગ, શોષણ, ક્રૂરતા અને હિંસા જેવી પારાવાર યાતના વચ્ચે જીવન ટકાવી રાખતી મહિલાઓને જે સહયોગની તાતી જરૂર: વિશ્વના
આ વ્યવસાયમાં સતત મુશ્કેલી, પોલીસની હેરાનગતિ, હિંસા, ક્રૂરતા અને શોષણ જેવી પારાવાર મુશ્કેલીનો સામનો કરતી હોય છે. આ ક્ષેત્ર સમાજનું ધ્યાન કેન્દ્રીત થાય તે હેતુથી આજનો દિવસ ઉજવાય છે. સૌથી માનવ અધિકારોનું હનન આ વર્ગની સ્ત્રીઓ તરફ થાય છે. લોકો તેને અલગ એંગલથી જોતા હોવાથી હવે તેમાં બદલાવ લાવીને તે પણ એક મહિલા જ છે એમ માનીને સહયોગ આપવો જરૂરી છે. વિશ્વમાં પ્રથમવાર પોતાના તરફ ધ્યાન કેન્દ્રીત કરવા અને તેમની વ્યથા વર્ણવા આજના દિવસે 1975માં 100 સેક્સ વર્કરોએ ફ્રાન્સના લિયોન શહેરમાં એકત્ર થઇને તેના તરફના વ્યવહાર, શોષણકારી જીવન સ્થિતી, હતાશા સાથે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી.
2001માં આપણા દેશ ભારતમાં પણ 25 હજારથી વધુ સેક્સ વર્કર ભેગા થઇને તેમને પડતી મુશ્કેલી બાબતે સમાજ સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો. આજના દિવસને વિશ્વ વૈશ્યા દિવસ પણ કહેવાય છે. આજનો દિવસ તેની સાથે ભેદભાવ અને તેમના વારંવાર શોષણકારી જીવન અને કામ કરવાની સ્થિતીની યાદ અપાવે છે. સેક્સ વર્ક સાથે સંકળાયેલા લોકોના અવાજને શક્તિ આપવા માટે દર વર્ષે આજના દિવસે આ સમુદાય તેનો અવાજ ઉઠાવે છે. આજની 21મી સદીમાં પણ વિશ્વભરના સેક્સ વર્કરો તેના મૂળભૂત અધિકારો મેળવવા સંઘર્ષ કરી રહી છે.
સૌથી જૂના વ્યવસાયમાં જેની ગણના થાય છે તેના માટે સમાજમાં બદલાવની જરૂરિયાત
વિશ્વભરમાં સેક્સ ઇન્ડસ્ટ્રીઝનું બહુ મોટું બજાર છે. વિશ્વનાં બેંગકોક, થાઇલેન્ડ, પટાયા જેવા ઘણા દેશો આને કારણે જ પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. એચ.આઇ.વી./એઇડ્સ જેવી બિમારી અસુરક્ષિત જાતિય વ્યવહારોથી થતી હોવાથી તેના પ્રોજેક્ટ કાર્યમાં તેને સામેલ કરતા તેને મુશ્કેલી થોડી ઓછી થઇ હતી. તેમના ખોરાક, બાળકોના શિક્ષણ જેવા ઘણા પ્રશ્ર્નોમાં આજેપણ તેને મુશ્કેલી પડી રહી છે. તેમને ઘણા નામોથી ઓળખાય છે પણ છેલ્લા દશકાથી કોર્મશિયલ સેક્સ વર્કર (ભતૂ)થી ઓળખાય છે. ગમે તે સામાજીક વ્યવસ્થા તેનું હોવું સૌ માની રહ્યા છે ત્યારે તેમના પ્રત્યે અણગમો, અસહકાર શા માટે થાય છે તે સૌથી મોટો પ્રશ્ર્ન છે. કાયદાકીય રીતે તેને હવે માન્યતા આપવી જ પડશે, હા હોટલ કે પોતાના મકાનોમાં બહારથી બોલાવીને આ વ્યવસાય ચલાવવો, ગુન્હો ગણી શકાય તે પણ વાત છે. લાચારી, મજબૂરી, મોજશોખથી આ વ્યવસાયમાં આવતી સ્ત્રીઓ મુશ્કેલી વચ્ચે પણ સારી આમદાની રળી લેતી હોય છે જો કે દલાલો, માસીઓના કે અન્યોના ત્રાસથી તે ક્યારેય બે પાંદડે થતી નથી તે એટલી નગ્ન સત્ય વાત છે.
આપણાં દેશનું પ્રોસ્ટિટ્યુશન બજાર બહું મોટું છે. રેડલાઇટ એરિયામાં રહેતી છોકરીઓ મજબૂરીમાં રહે છે, અથવા તેને જબરદસ્તીથી ધકેલવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર મહિલાઓને ગ્રાહક તરફથી મળતા પૈસામાં દલાલી, જગ્યાને માસીનું કમિશન બાદ કરતાં 150 રૂપિયા પણ હાથ નથી આવતા આજ એની લાચારી છે. અહિંની સ્ત્રીઓ માંદી પડે ત્યારે દવાના પૈસા પણ હોતા નથી જો કે એઇડ્સને કારણે તેને ક્લીનીકનો લાભ, ગુપ્તરોગની તપાસ સાથે વિવિધ તપાસ મફ્ત થઇ જાય છે.
રંગીન ગલ્લીઓ યુવાવર્ગ સુખ, શોધવા વધુ જતો જોવા મળે છે. હવે તો પ્રાઇવેટ કે ઘર-ઘરાવ પણ આ પ્રવૃત્તિ ધમધમવા લાગતા શેરી-ગલ્લીએ પણ ચાલુ થઇ ગયું છે. લગભગ શહેરોમાં અમુક ચોક્કસ વિસ્તારમાં આ પ્રવૃત્તિ થતી જોવા મળે છે. આ વ્યવસાય બાબતે આપણે ગમે તેમ વિચારીએ પણ વિશ્ર્વના દરેક દેશોમાં એ થાય છે. વિશ્ર્વના ટોપ-10 રેડલાઇટ એરીયામાં નેધરલેન્ડ, સોનાગાચી કોલકાતા, પેટપોંગ માર્કેટ-થાઇલેન્ડ, ફ્રાન્સ, જાપાન, સિંગાપુર, બ્રાઝિલ, મેક્સિકો, ચીન, હોલ્બેક બ્રિટન ગણાય છે. ભારતના ટોપ ટેન રેડલાઇટમાં જી.બી.રોડ દિલ્હી, મીરાગંજ (પ્રયાગરાજ), બુધવારપેઠ (પુના), કમાટીપુરા (મુંબઇ), સોનાગાચી (કોલકાતા), મીરગંજ (ઇલાહાબાદ), ચતુર્ભુજસ્થાન (મુજફરનગર), ઇતવારી (નાગપુર) અને શિવદાસપુર (વારાણસી) ગણાય છે.
દેશમાં તમામ રેડલાઇટ એરીયા ગેરકાનૂની જ ચાલે છે. કોઇ કાનૂન પૈસા દઇને દેહ સંબંધ બનાવવાની વ્યવસ્થાને લીગલ નથી ગણતું જે બધા જાણતા હોવા છતાં એ ચલાવે રાખે છે. આપણા દેશમાં તો તે નથી એનો કાનૂન બનાવતા કે નથી તેની સામે કડક પગલા લેતા. અસમંજસ સ્થિતિમાં બધુ ચાલે રાખે છે. સેક્સ વર્કરો મજબૂરી, લાચારીમાં સાવ થોડા પૈસામાં પોતાની આબરૂ લિલામ કરે છે. પુરા એશિયામાં સૌથી વધુ મોટો રેડલાઇટ એરીયા સોનાગાચી કોલકાતાનો છે. આ સ્થળે 20 હજારથી વધુ વૈશ્યાઓ ધંધો કરી રહી છે. શિવદાસપુર પ્રાચિનકાળનું રેડલાઇટ એરીયા છે. ગામના ઘરોમાંથી ચલાવાતા સસ્તા વેશ્યાલયો માટે જાણીતું છે. ભારતમાં દેહ વ્યાપાર અનૈતિક દેહવ્યવહાર કાયદા હેઠળ આવે છે તેને કાયદાકીય માન્યતા મળે તે માટે અનેક ચર્ચા ચાલે છે પરંતુ દેશમાં છડેચોક આજે ચાલે જ છે.
સમગ્ર દેશમાં 200 જેટલા રેડલાઇટ એરીયા આવેલા છે. રાજસ્થાન, યુપી, ઓરિસ્સા અને અન્ય શહેરોમાં પણ વર્ષોથી પ્રથા ચાલી આવે છે. મુજરાને નાચગાન કરાવતા આજે વૈશ્યાવૃત્તિનો ધંધો કરાવે છે. કોલકાતા જ એકલા શહેરમાં ત્રણ લાખથી વધુ મહિલાઓ દેહ વ્યાપારમાં જોડાયેલી છે. 18 વર્ષેથી નાની છોકરીઓ પણ અહીં ધંધામાં ડૂબેલી જોવા મળે છે. આજે સેક્સ વર્કર જાગૃતિ દિવસને કાલે તેના અધિકારોના જતનનો દિવસ છે ત્યારે સમાજના આ દૂષણ કહો કે વ્યવસાય તેના પ્રત્યે હવે નજરીયો બદલીને સ્વીકારવો જ પડશે. સમાજમાં તેનું અસ્તિત્વ હોવાથી સમાજમાં બળાત્કાર જેવા ગુન્હાઓ ઘટે એ વાત સો ટકા સાચી ગણી શકાય. સમાજનો અમુક વર્ગ જ ત્યાં મુલાકાત લેતો હોય છે. જો તે તેને ન મળે તો સમાજની અન્ય દિકરીઓ જોખમમાં મુકાય છે.
રેડલાઇટની કાનૂની ગ્રીન લાઇટને સમાજ સ્વીકારશે?
પૃથ્વીની દરેક સંસ્કૃતિમાં વેશ્યાવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે ત્યારે હવે સુપ્રિમના ચુકાદા બાદ રેડલાઇટની કાનૂની ગ્રીનલાઇટને સમાજ સ્વીકારશે કે નહીં તે પ્રશ્ર્ન આજકાલ ચર્ચામાં છે. વિશ્ર્વના સૌથી જૂના વ્યવસાયમાં જેની ગણના થાય છે તે સેક્સ વર્કરોની મુશ્કેલીઓ પ્રત્યે સમાજનું ધ્યાન કેન્દ્રીત કરવા તથા આ મહિલાઓના વિવિધ પ્રશ્ર્ને મદદ કરવા અને જાગૃત્તિ લાવવા સાથે તેના બાળકોના શિક્ષણ માટે વિવિધ સંસ્થા કાર્યરત છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા પણ જે-તે રાજ્યની કંટ્રોલ સોસાયટી દ્વારા તેને તબીબી સારવાર, ટેસ્ટીંગ, રેશનકાર્ડ, સિલાઇ મશીન સાથે તેના ગૃપો બનાવીને પ્રોજેક્ટ ચલાવાય રહ્યા છે. આ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના મતે દેશમાં 20 કરોડથી વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પણ ઘણી યોજનાઓ આવી મહિલાઓ માટે ચલાવાય છે. સેક્સ વર્કરો દેશની સૌથી મોટી વસ્તી ગણી શકાય પણ તેને સરકારી તમામ યોજનામાં સામેલગીરી મળતી નથી. તાજેતરમાં આવેલી ‘ગંગુબાઇ’ ફિલ્મથી તેમના જીવન પર પ્રકાશ પડતા લોકો તેની મુશ્કેલીથી વાકેફ થયા, જાગૃત્તિ આવી છે.