Table of Contents

એકલા રહેતા સ્ત્રી-પુરૂષોને  તે ગુપ્ત રોગો અને એઈડસથી બચાવે છે: ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચીંગ અને સર્ફિંગમાં 18 થી 25 વર્ષના યુવાનો આવી સાઈટ્સ પર વધુ સમય પસાર કરે છે, પણ તેની ખરીદી 25 થી 35 વર્ષના વધુ કરે છે

સેકસ ટોયઝે ઘણાના ઘર ભાંગતા બચાવ્યા છે, સર્વેના દાવા મુજબ 33 ટકા લગ્ન જીવનનો અંત આવતા બચ્યો છે

લોકડાઉન બાદ સેકસ ટોયઝની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો: છેલ્લા 6 માસમાં તેનું બજાર 65 ટકા વધી ગયું છે

સેકસ ટોયઝ ખરીદવાના મામલે ગુજરાતના સુરત, વડોદરા દેશભરમાં મોખરાના સ્થાને: પુરૂષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ આગળ પડતુ

મહિલાઓની ખરીદીનો સમય બપોરે 1ર થી 3 તો પુરૂષો રાત્રે 9 થી 1ર વચ્ચે ખરીદી કરવાનું પસંદ કરે છે: ઇન્ટરનેટ પર કરવામાં આવતાં સર્ફિગને ઘ્યાને લઇને આ તારણો કઢાયા છે

આજકાલ પોર્ન વિડીયો જોવાનું ચલણ વધ્યું છે. સેકસ એ શારીરીક ભુખ છે તેને સંતોષવા માનવી એ બાબતની ક્રિયા કરે છે. પરણીત ઉપરાંત અપરણીત પણ લગ્નેતર સંબંધો બાંધી રહ્યા છે. આજનો યુવા વર્ગ સતત આ બાબતના પ્રશ્ર્ને મુંઝાયેલો રહે છે, તેતેના ગ્રુપ સાથે એકાંતમાં આની ચચાઓકરે છે. સેકસ ટોયઝ આધુનિક સમયની માંગ છે. જરૂરિયાત છે, કે વિકૃત તે પ્રશ્ર્ન ચિંતન અને ચિંતાનો છે.

ગુપ્તરોગો અને એઈડ્સ કે વણજોતી પ્રેગ્નન્સીથીબચવા પ્રિકોશનના સાધનો સાથે, એકલા રહેતા સ્ત્રી પુરૂષો માટે આવેગોને ઠારવા પણ આની જરૂરિયાત જરૂરી છે. આજે ટીવી,ફિલ્મો, મોબાઈલ, નેટ જેવા તમામ મીડિયામાંથી સતત આજ જોવાય રહ્યું છે. ત્યારે સમાજે હવે જાગીને યુવાધનને સાચુ માર્ગદર્શન આપવાની જરૂર છે. પુરૂષો સામે સ્ત્રીનો ઘટતો રેશિયો જાતિયતાના ગુનાઓ વિગેરે જોવા મળી રહ્યું છે. એવા સંજોગોમાં ભાવિ પેઢીને સાચી અને વૈજ્ઞાનિક આધારો વાળી વાત સમજાવી અતી આવશ્યક છે.

‘સેકસ’ એટલે નાની જેમાં સ્ત્રી-પુરૂષ કે અન્ય આપણે સેકસને જુદી રીતે જોઇએ છીએ, જયારે સેકસ એજયુકેશનની વાત આવે ત્યારે આપણે તેને સુગ ગણીએ છીએ, શાળાઓમાં પણ પ્રજાનના ચેપ્ટર શિક્ષણ ભણાવે ત્યારે એકલા છોકરાને જ ભણાવે છે!! શરીરમાં દરેક અંગોનું ચોકકસ કાર્ય છે અને તેના વિશે જાણવાનો સૌનો અધિકાર છે. આજના યુવા વર્ગમાં મુંઝવતા પ્રશ્ર્નોમાં 100 ટકા પ્રશ્ર્નો સેકસ રીલેટેડ જ હોય છે. આજના તરૂણોને તારૂણ્ય શિક્ષણ આપવાની જરૂર છે હવે અ મા-બાપો પણ આ મત રજુ કરી રહ્યા છે.

આજના યુવાનોને પ્રેગનન્સી, ગુપ્તરોગો, કોન્ડોમ જેવી તમામ માહીતીથી અવેર કરવા જપડશે. માત્ર આકર્ષણને કારણે સામાન્ય ભૂલથી ઘણા ચેપી રોગોનો તે શિકાર બની જાય છે. શું કરવાથી બાળક રહી જાય, માસિક સ્ત્રાવ શું છે? જેવી વિવિધ બાબતોનું સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવું જોઇએ.

parents hero

આપણી ટીવી ફિલ્મો, ઇન્ટરનેટ જેવા માઘ્યમોમાં રાત્રે દેશનો યુવા ધનનું શું અફિંગ કરે છે એ જોવાની મા-બાપની ફરજ છે. ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યોથી ઉત્તેજીત થનાર બીજી ઘણી કુટેવોનો શિકાર બને છે. આજે યુવા વર્ગ સાથે નાની ટોનેજરો પણ પોર્ન વિડીયો જોતા થઇ ગયા છે. આપણે દરરોજ જમીએ તેમ થોડા દિવસે શારિરીક ભૂખ પણ લાગે છે. લગ્નેતર સંબંધો અને ફ્રેન્ડશીપમાં આગળ વધીને શરીર સંબંધો પણ આજનું ચલણ થયું છે.

વિદેશો અને આપણા દેશની વાત અલગ છે ત્યાં લોકો ફ્રિ માઇન્ડના હોવાથી નગ્ન સ્ત્રી હોય તો પણ નવીન નથી લાગતું આપણે તો સેકસી ફિલ્મી દ્રશ્યો નિહાળીને માનસિક અસ્વસ્થ થઇ જઇએ છીએ. આજકાલ યુવકો તૈયાર હોવાથી યુવતિ દેખા દેખીમાં આવીને ફસાઇ જતી જોવા મળે છે. માટે સંબંધ બગડે નહી તે રીતે ‘ના’ પાડતા હવે દરેક યુવા વર્ગે અને યુવતિઓએ ખાસ શીખવું પડશે.

વિદેશોમાં સેકસ ટોયઝનું ચલણ છે જયારે ભારતમાં તેના ઉપર બેન્ડ છે છતાં ઇન્ટરનેટના માઘ્યમથી તે આપણા દેશમાં પણ સરળતાથી ઉપલબ્ધ થઇ ગયા છે. એકલા રહેતા સ્ત્રી-પુરૂષો જે સ્ત્રીનો પતિ જન્મ ટીપની સજા ભોગવતો હોય, અપંગ કે અન મેરીડ સ્ત્રી  જેવા માટે આ સેકસ ટોયઝ આર્શિવાદ રૂપ ગણાય છે. અસુરક્ષિત જાતીય વ્યવહારો ગુપ્તરોગ, એઇડસ કે ગર્ભ રહી જવાની શકયતા વધારી દે છે. વિચારોને કારણે  આવતા આવેગોનો શમન માટે આજ તો યુવા વર્ગ ગમે તે હદ સુધી કુટુંબની આબરૂ પણ જોતો નથી ને ‘રેડ લાઇટની સફર’કરે છે ત્યારે ભાવી પેઢીને આ બાબતે કાઉન્સેલીંગ કરીને સંપૂર્ણ આપવાની જરૂર છે.

જાતીયતા અંગેનું શિક્ષણ દરેક છાત્રોનો અધિકાર છે. ટીવી, મોબાઇલ, ઇન્ટરનેટના માઘ્યમથી જાતીયતાના અપરાધો વધી રહ્યા છે. બાળકોને સાચા માર્ગે વાળવા એ મા-બાપની જવાબદારી છે. સેકસ એજયુકેશન મળતા જાતીય ગુના ધરવા લાગશે. બાળકમાં મુગ્ધાવસ્થામાં થતાં અંત: સ્ત્રાવોના ફેરફાર અને પુખ્ત વ્યકિત બનવા તરફ બની સફળ ના ગાળામાં પ્રેમ, હુંફ અને લાગણીની ખુબ જ જરૂર પડે છે. ત્યારે આપણી સૌની ફરજ છે કે તરૂણો, કિશોરો અને યુવાનોને સાચી અને વૈજ્ઞાનિક આધારો વાળી માહીતી આપીએ, આજકાલ યુવા વર્ગમાં આ બાબતના ઘણા ખોટા ખ્યાલો જોવા મળી રહ્યા છે.

આજે મોટાભાગનાં લોકો સેકસ એજયુકેશનના હિમાયતી છે. બ્રહ્મચર્ય શબ્દ સંસ્કૃતમાં આનો અર્થ ‘સત્યની શોધમાં’ એવો થાય છે જેને સેકસ ના ત્યાગ સાથે કાંઇ સંબંધ નથી. હવે આપણે સૌએ જાતીયતા અને જાતીય શિક્ષણ પ્રત્યે સુગ છોડી આ પ્રશ્ર્ને ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.

આજે મારે આ કોલમમાં જાતીય આવેગ કે ભૂખ સંતોષવામાં ઉપયોગમાં લેવાતા સેકસ ટોયઝની વાત કરવી છે, કોરોના વાયરસના સંક્રમણ રોકવા દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન બાદ સેકસ ટોયઝના વેચાણમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં એક તારણ મુજબ 65 ટકા વેચાણ વઘ્યું છે.

આ સર્વેમાં પહેલીવાર ખરીદી કરવામાં મોટાભાગના પુરૂષો જોવા મળ્યા હતા, જયારે મહિલાઓ એ વધારે વાર ઓર્ડર રીપીટ કર્યા હતા. આ ટોયઝ ને કારણે ઘણા લોકોના ઘર ભાંગતા બચ્યા છે. આ સર્વેના દાવા મુજબ 33 ટકા લગ્ન જીવનનો અંત આવતા બચ્યો છે.

નોંધપાત્ર બાબતમાં ગુજરા તના બે શહેરો વડોદરા અને સુરત દેશભરમાં મોખરા સ્થાને છે. આ શહેરોની મહિલાઓ પુરૂષોને પણ ટપી જાય છે. પ્રોડકટસ ખરીદીમાં અને આની પાછળ પાણીની જેમ પૈસા વહાવે છે. અંદાજ મુજબ પ્રતિ ઓર્ડર 4ર00 રૂા.નો ખર્ચ કરે છે. પુરૂષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ તમામ રાજયો કરતાં આગળ પડતું છે. આ સેકસ ટોયઝનું બજાર સૌથી ઝડપી વિકસી રહ્યું છે. સાથે હવે લોક આની ખરીદીમાં ખચકાર અનુભવતા નથી.   નવા નવા પ્રયોગો કરવામાં આવે નવા નવા ઉત્પાદનો ખરીદવામાં લોકો આગળ આવી રહ્યા છે. આ તારણો ઇન્ટરનેટ પર કરવામાં આવતા સફિંગ આધારે લેવાયા છે.

મહિલાઓ બપોરે નવરાશ સમયે 1ર થી 3 માં તો પુરૂષો રાત્રે 9 થી 1ર માં ખરીદી કરવાનું પસંદ કરે છે. આ સર્વેમાં કુલ ચાર તબકકામાં કાર્ય કરીને અઢી કરોડ વિઝિટર્સ અને ઓનલાઇન વેચાતા ત્રણ લાખથી વધુ પ્રોડકટસના અઘ્યયન બાદ તૈયાર કરાયો છે. ટ્રેડસ  પ્રમાણે સેકસ પ્રોડકટસના વેચાણ મામલે સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો પણ ત્યાં જ નોંધાયા છે. મેટ્રો શહેરોમાં મુંબઇ વેચાણમાં અગ્રેસર છે. બીજા સ્થાને બેંગલોર અને દિલ્હી આવે છે. એન.સી.આર. ની સરખામણીએ બી.એમ.સી. માં સેકસ પ્રોડકટસનું વેચાણ ર4 ટકા વધારે જોવા મળ્યું છે. પુના પણ ટોપ 10ની યાદીમાં છે. વિજયવાડા, જયશેદપુર, બેગગામ અને વડોદરા દેશના એવા શહેરો છે જયાં પુરૂષો કરતા મહિલાઓ સેકસ ટોયઝ ખરીદવામાં આગળ છે.

સેકસ ટોયઝ ખરીદનારાઓમાં મોટાભાગના રપ થી 34 વર્ષની વચ્ચેના જોવા મળે છે. પણ આ પ્રોડકટસ વેચતી સાઇટસ ઉપર સચીંગ અને સફિંગ સાથે વધુ સમય 18 થી રપ વર્ષના યુવાનો પસંદ કરે છે. એક એવું પણ તારણ મળ્યું છે કે ઘણા લોકો કોન્ડોમ ખરીદવા સાઇટ ઉપર આવે છે પણ છેલ્લે તે સેકસ ટોયઝ ખરીદી લે છે. નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આંકડા આપે છે. કોરોના કાળને લોકડાઉનમાં રેડ લાઇટ એરીયાના ધંધા પણ ભાંગી ગયા છે. ઘણી સેકસ વર્કર તો પોતાનું એચ.આઇ.વી. સ્ટેટસ છુપાવીને પણ કાર્ય કરતી હોવાથી તેની પાસે જનારા ઘણા એઇડસનો શિકાર બની ગયા છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે. પ્રાઇવેટમાં આ આંકડો દશ વીસ ગણો મોટો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.