વાંકાનેર પોલીસે લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો : મુંબઈની લલના પોલીસ હવાલાતમાં
વાંકાનેર નજીક આવેલ ઢુંવા ગામે હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે છાપો મારી મુંબઈની લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શોખીનોને સુવિધા પૂરી પાડવા અહીં આવેલી એ.કે.હોટલમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા વાંકાનેર પોલીસે એ.કે.હોટલમાં દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી લીધું હતું.
આ દરોડામાં વાંકાનેર પોલીસે મુંબઈની સુમન નામની લલના, ઉપરાંત દેહ વ્યાપારના સોદા કરાવનાર દિનેશ પૂંજાજી, ચેતનસિંહ ઉર્ફે રવિ ભારતસિંહ ઉ. ૨૪ રે. અમદાવાદ તેમજ અંકુર ઉર્ફે રોહિત રે. અમદાવાદ નામના ત્રણેય દલાલ વિરુદ્ધ સેક્સ રેકેટ મામલે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com