સંભોગ એ વિજાતીય આકર્ષણનું એક મહત્વનું પરિબળ છે પરંતુ આયુ એટલે કે વ્યક્તિની ઉંમર પ્રમાણે કામક્રિડાનું પણ મહત્વ રહેલું છે જેમાં કેટલી ઉંમરે કેવા પ્રકારની અને કેટલાં પ્રમાણમાં કામક્રિડાને અંજામ આપવો એ જાણવું પણ જરુરી છે જેનાથી કામોત્તેજનાનો આનંદ અને ઇચ્છા બરકરાર રહે છે.

-તાજેતરમાં જ થયેલાં રીસર્ચ મુજબ અલગ-અલગ વય અનુસાર કેટલાં પ્રમાણમાં સેક્સ કરવું જોઇએ તેવું જાણાવવામાં આવ્યું હતું.

-રિસર્ચના તારણો મુજબ ૧૮-૧૯ વર્ષની આયુ વચ્ચે સમાગમ કરવો જોઇએ એટલે કે અઠવાડિયામાં બે વાર સંભોગનો આનંદ લેવો.

ઉંમર અને સમાગમ :

૩૦ થી ૩૯ વર્ષની વ્યક્તિ વર્ષમાં ૮૬ વાર સમાગમ કરો છે એટલે કે એક અઠવાડિયામાં ૧.૬ વાર અને ૪૦ થી ૪૯ વર્ષની વ્યક્તિ વર્ષમાં ૬૯ વાર સમાગમ કરે છે. આ ઉંમરએ સમાગમનો અંતિમ પડાવ મનાય છે ત્યાર બાદની ઉંૅમરનાં લોકો સેક્સ લાઇફ નહિવત હોવાથી તે બાબતે રીસર્ચ નથી કરાયું.

-રિસર્ચમાં એ પણ જાણવા મળ્યુ હતું કે આજકાલની લાઇફ સ્ટાઇલથી લોકો વધુ તણાવ ગ્રસ્ત થયા છે જેના કારણે સેક્સ લાઇફ પર ફોકસ નથી કરી શકતા.

-અલગ-અલગ ઉંમરની વ્યક્તિને સેક્સ ફ્રિક્વન્સી ..

-૧૮-૧૯ વર્ષ અઠવાડિયામાં બે વાર

-૩૦-૩૯ વર્ષ અઠવાડિયામાં ૧.૬ વાર

-૪૦- ૪૯ વર્ષ અઠવાડિયામાં એક કરતાં પણ ઓછો સમય.

યુવા પેઢી પર પરિવારની જવાબદારી અને કામના બોજ વધવાથી સેક્સ લાઇફ પર કોઇ નકારાત્મક પ્રભાવ નથી પડતો. પરંતુ ઉંમર વધવાની સાથે-સાથે સેક્સ લાઇફ ઓછી થતી જાય છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ વધે છે. જેની અસર પણ સેક્સ લાઇફ પર પડે છે. ૩૪% પરિણિત લોકો અઠવાડિયામાં ૨-૩ વાર સમાગમ કરે છે તો ૪૫% મહિનામાં ક્યારેક-ક્યારેક તેમજ માત્ર ૧૩% લોકો એવા છે જે વર્ષ દરમિયાન એ પણ ક્યારેક જ સમાગમની ઇચ્છા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.