આજની શિક્ષણ પધ્ધતિમાં ‘તારૂણ્ય શિક્ષણ’ની તાતી જરૂરિયાત છે, આજનો તરૂણપ્રર્વતમાન અને સતત બદલાતી રહેતી જીવંત પરિસ્થિતિઓને સમજીને તેના ઉપર ચર્ચા વિચારણા કરે તેવો હોવો જોઇએ.
15થી 24 વય ધરાવતા યુવા વર્ગમાંથી 83 ટકા યુવા પુરૂષો અને 78 ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારિક જીવન શિક્ષણને મહત્વનું ગણે છે
જાહેર સ્થળો પર, શિક્ષણ સંસ્થાઓમાં, ઘરની આસપાસ કે કામ કરવાના સ્થળે જાતીય સતામણી થાય છે તે હક્કિત છે. કિશોરો સાથે દુવ્યવહાર, ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃત્તિ થઇ રહી છે
તારૂણ્ય શિક્ષણ એ સંભવિત શિક્ષણમાં પરિવર્તન, સમાનતાના સિધ્ધાંતો અને સામાજીક ન્યાય તરફ વળેલું હોવુ જોઇએ
ભારત દેશ આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની વસ્તીનાં 55%થી વધારે તરૂણ-તરૂણીઓ અને યુવાનો છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે. જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઇએ. તરૂણાવસ્થાએ જીવનનો હકારાત્મક, શકયતાઓ અને ક્ષમતાઓથી ભરેલો સમયગાળો છે.
આજના તરૂણ-તરૂણીઓ પોતાનાં શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતા પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવે. પોતાની શરીર રચના અને તેના કાર્યોથી વાકેફ થાય અને પોતાની જાતને જાણે અને સમજે તે અગત્યનું છે. તેઓ પોતાની તંદુરસ્તી કેળવે અને જાળવે જીવનમાં સતત આગળ વધવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તે સમજે જીવનની સતત ગુણવતા જાળવવા તેઓ સ્વસ્છતાનું મહત્વ સમજે અને પર્યાવરણનું જતન કરતા થાય. તેઓ વ્યસન મુકત બને અને નશીલા દવ્યોથી દૂર રહી પોતાનાં જીવનનો વિકાસ કરે,અને ભૃણહત્યા અટકાવી બેટીઓને બચાવે તે જરૂરી છે.
સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સશકિત કરણના આ યુગમાં દિકરો-દિકરી એક સમાન અને બંન્ને ને સરખી તકો મળે અને આગળ વધે સાથે એચ.આઇ.વી. એઇડ્સ જેવા અસાધ્ય રોગો અંગે જાગૃત બને તે જરૂરી છે. તેઓ પોતાના આરોગ્યની જાળવણી માટે હકારાત્મક વિચારસરણી અપનાવી સમતોલ આહાર અને ધ્યાન, પાર્થના, કસરત, યોગ તેમજ પ્રાણાયામ કરી પોતાનું જીવન ધન્ય બનાવે.
તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળ વધે તેઓ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગ લે ,રમત ગમતમાં ભાગ લે, તો તેમનામાં ગુણવતાલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય, અને તેમનો સંવાગી વિકાસ થાય.આમ જોવા જઇએ તો તરૂણ-તરૂણીઓ હેન્ડલ વીથ કેર” જેવા છે. તેમને સાચવવા અને કેળવવાના છે, એટલે જ કહેવાય છે કે ‘યૌવન એટલે વિજનો તણખો, ઝબકે તો અજવાળું નહીં તો ભડકો’
જીવન કૌશલ્યની એક સામાન્ય સંકલ્પનાની સમાજનો વિકાસ કરવો, તેનું અમલિકરણ અને તારૂણ્ય શિક્ષણના ગર્ભિત હેતુ તરીકે જીવન કૌશલ્યના વિકાસ તરીકે સમજણ આપવી. જીવન કૌશલ્યોનો વિકાસએ એવી જીવનપર્યત ચાલતી પ્રક્રિયા છે કે જે પ્રાપ્ત માહિતીના વિચારોના આધારે થતી નિર્ણય પ્રક્રિયામાં બહાર રહેલી શક્તિઓના સ્ત્રોતો શોધી કાઢી તેઓનો વિકાસ કરે અને પરિપકવતા લાવે તે અતિ મહત્વનું છે. તરૂણો, કિશોરો, યુવાનોને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન મળવું જરૂરી. આજનાં 14થી 24 વય જુથના તરૂણો કિશોરો અને યુવાનો માટે તેને મુંઝવતા પ્રશ્ર્નોમાં સાચો અને વૈજ્ઞાનિક આધારોવાળો જવાબ આપવાવાળું કોઇ નથી. મા બાપને પૂછી નથી શકતા એ વાત, તેના મિત્રોને પણ પૂરી જાણકારી ન હોવાથી ત્યાંથી પણ પૂરી માહિતી નથી મળતી, સાથે કયારે તો ઘણી ગેરસમજણનો શિકાર પણ બને છે. શરીર વિજ્ઞાન સાથે પ્રજનન સ્વાસ્થ્ય સંબધિત શિક્ષણ પણ તરૂણો, કિશોરો, યુવાઓને મળવું જોઇએ. માનસિક સ્વાસ્થ્ય જ સારૂ હશે તો જ, તેના સર્વાંગી વિકાસ થઇ શકશે. આપણા દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ યુવા વર્ગની સંખ્યા છે. તેમને સર્વ પ્રકારે જ્ઞાન આપીને શાળાના શિક્ષકો આ બાબતે શ્રેષ્ઠ કાર્ય કરી શકે એમ છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે.
કિશોરાવસ્થામાં આ જ્ઞાન મળવું અતી જરૂરી
સેક્સ એજ્યુકેશન લગભગ કિશોરાવસ્થમાં આપી દેવાય તો તેનો ઘણો ફાયદો મળી શકે એમ છે, ધોરણ 8 – 9 માં યૌવન પ્રવેશના કાળ પહેલા તેને આ જ્ઞાન મળે તે આવશ્યક છે. ઋષિ વાત્સ્યાયને પણ કામસૂત્રમાં સૂચન કરેલ છે કે, આ જ્ઞાન ’પ્રાગ યૌવને’ યુવાની પહેલા આપવું જરૂરી છે. આ જ્ઞાન મળ્યું હોય તો ભવિષ્યમાં થતા શારીરિક ફેરફારો વખતે ગભરાટ ન અનુભવે. કિશોરાવસ્થામાં જ સેક્સ એજ્યુકેશન અપાય તો સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ લાભકારક રહેશે. તરુણો આવતીકાલના યુવાનો છે, તો તેમને આ અંગેની સાચી અને વૈજ્ઞાનિક સમજ મળી હશે તોજ તે, સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે. જો તેમને આ જ્ઞાન ન મળે તો અનિચ્છિય ગર્ભાવસ્થા, કુવારી માતૃત્વ, એઈડ્સ, ગુપ્ત રોગ જેવી ઘણી બીમારી થવાની શક્યતાઓ રહેલી છે. તારુણ્ય શિક્ષણ મેળવેલ તરુણ તેનું યુવા જીવન, આનંદથી પસાર કરે છે.