સફાઈ કર્મચારીઓની ઘટ્ટ, કામનું ભારણ સહિતના જુદા જુદા પ્રશ્ર્નો મુદ્દે અવાર-નવાર રજુઆત છતા પરિણામ શુન્ય
જુનાગઢ મનપા ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓએ પહોંચી જઈ પોતાના પ્રશ્ર્નો માટે દેકારો મચાવ્યો હતો.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ મનપામાં મંગળવારે સફાઈ કર્મીઓએ આવી હોબાળો મચાવ્યો હતો. સફાઈ કર્મીઓના અનેક પ્રશ્ર્નો છે જે વારંવાર રજુઆત થતા પણ કોઈ ઉકેલ આવતો નથી. સફાઈ કર્મીઓએ કોર્પોરેશને આવી પદાધિકારીઓને આ મામલે રજુઆત કરી હતી. કોર્પોરેશન ખાતે આવેલા સફાઈ કર્મીઓ અને તેના આગેવાનોએ મેયર આદ્યશકિતબેન મજમુદાર શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી કોર્પોરેટર શૈલેષ દવે વગેરે અધિકારીઓને મળી રજુઆત કરી હતી કે કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓ પાસેથી જે કામ લેવામાં આવે છે તે સુપ્રીમની ગાઈડ લાઈન્સની વિરુઘ્ધ હોય સફાઈ કર્મીઓ પર કામનો બોજ વધી જાય છે. આ ઉપરાંત હાજરી પુરવાના મશીનમાં પણ ગોલમાલ ચાલે છે. જયારે જ‚રી સેટઅપ મુજબ ૮૮૦ કર્મીઓમાંથી માંડ કર્મીઓ જ હોય છે તેથી કર્મચારીઓની પણ ભારે ઘટ છે. તેમાંય વળી કેટલાક કર્મીઓ બગીચા અને ગટરની કામગીરીમાં તો કેટલાકને અધિકારીઓની સેવામાં ૨૪૦ કર્મીઓ બાકી રહે છે. ૭મું પગારપંચ પણ આપવામાં આવ્યુ નથી. કેટલાક એ.એસ.આઈ ઘરની ધોરાજી ચલાવે છે. આ બધાને લઈને કર્મચારીઓનું આર્થિક તેમજ શારીરિક શોષણ થાય છે એટલે ના છુટકે કોર્પોરેશન આવવુ પડયું છે. આ મામલે પદાધિકારીઓએ સત્વરે ઘટતું કરી આપવાની ખાતરી આપતા સફાઈ કર્મીઓ ફરી કામે લાગી ગયા હતા.