માત્ર ત્રણ માણસોની મદદથી ૩.૨૩ લાખ લીટર ગટરનું ગંદુ પાણી થઈ રહ્યું છે શુધ્ધ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ ઉપર સરકાર દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરવા માટે રૂપિયા ૩૮ કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે તે હાલમાં ૯૦ ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે ફક્ત પાઈપલાઈન નાંખવાનું કામ હવે બાકી રહ્યું છે્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો ગંદુ પાણી પમ્પિંગ સ્ટેશનના મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે અને પ્લાન્ટમાં પહોંચાડી અને આ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.આ સમગ્ર પ્લાન્ટ ઉભો કરતા બે વર્ષ જેટલો સમય ગાળો થવા પામ્યો હતો ત્યારે હાલમાં ૯૦ ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે જ્યારે આ પ્લાન્ટમાં સુધી થયેલું પાણી બગીચા ખેતી અને બાગાયતી ખેતી કરનાર ને આપવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે

પ્લાસ્ટિક વાળું પાણી ગમે તેવું ગંદુ પાણી આ પ્લાન્ટમાં શુદ્ધ થઈ રહ્યું છે ત્યારે બે પ્રકારની ટેકનોલોજીથી આ પ્લાન્ટ હાલમાં કાર્યરત છે ત્યારે આ પ્લાન્ટનું નિર્માણ એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે.

જ્યારથી નગરપાલિકા આ પ્લાન્ટ શરૂ કરવા ની પરમીશન આપશે ત્યારથી પાંચ વર્ષ સુધી આ પ્લાન્ટ એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવશે અને ખેડૂતોને બાગ બગીચાના માલિકોને શહેરી વિસ્તારમાં વપરાશ થયેલું ગંદુ પાણી શુદ્ધ કરીને ખેડૂતોને વેચશે અને આવક પણ કરશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે  પ્રથમ પાંચ વર્ષ આ પ્લાન્ટનું નિર્માણ કરનાર એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવશે ત્યારે આ કંપની દ્વારા ગુજરાતના બોટાદ આણંદ સુરેન્દ્રનગર એવા અનેક શહેરોમાં આવા સુએજ પ્લાન્ટ ઊભા કર્યા છે અને ગટરનું પાણી શુદ્ધ કરી રહ્યું છે.

કંપનીને મોટો ફાયદો એ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં  ગંદુ પાણી  પૂરતા પ્રમાણમાં મળી રહે છે જેને લઇને ૩૬૫ દિવસ આ પ્લાન્ટ ચાલુ રહેશે : ફક્ત ૩ માણસોથી જ રોજ નું ૩.૨૩ લાખ લીટર પાણી શુદ્ધ થઈ રહ્યું છે.

બીજી તરફ બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે આ પ્લાન્ટ મા થી પ્લાસ્ટિક જેવો કચરો પણ ઓટોમેટીક દૂર થઈ જાય છે અને ફક્ત ત્રણ માણસો થી આખો પ્લાન્ટ ચાલુ રહી શકે છે ત્યારે આ પ્લાન્ટની નીચે લેબ પણ ઉભી કરવામાં આવી છે ત્યારે શુદ્ધ થયેલું પાણી લેબ ચકાસણી બાદ ખેડૂતો અને બગીચાના માલિકોને આપવામાં આવશે જેને લઇને ખેડૂતો અને બગીચાના માલિકોના ઊભા પાકને નુકસાન ન સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.