રાજકોટના વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટને તાજેતરમાં ગૌરીદડ ગ્રામ્ય વિસ્તારમાંથી મો. નં. ઉપર જાણ થતાં તેની રેસ્કયુ ટીમના સભ્યોએ પટીત રેતીયા પ્રકારના આંશિક ઝેરી સાપને સલામત રીતે પકડીને બાજુની નિર્જન વીળીમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકયો હતો.
આ પ્રકારના સરપો ગુજરાતના બધા વિસ્તારોમાં મળી આવતો હેવાછતાં ઉપરોકત સંસ્થાને માંડ બે ત્રણ વરસથી આવા સરપને પકડવા માટે જાણ થાય છે. આ સંસ્થા પ૦ કી.મી. દુર સુધીનાં સ્થળોએ પહોચવા બારેમાસ ર૪ કલાક નિ:શુલ્ક સેવા આપવા માટે તૈયાર હોય છે.
સામાન્ય રેતીયા સાપ જેવી ખાસિયતો ધરાવતો આ સરપ છે.
પટીત રેતીયા સાપ જેવી ખાસિયતો ધરાવતો આ સરપ છે. આગળના ભાગથી શરુ થઇને છેક પૂંછડીના છેડા સુધી હોય છે. આ પટ્ટા આંખો પાછળ ઝાંખા અને માથા પર વધુ ઘટ્ટ હોય છે. માથા ઉપર બે પટ્ટા સિવાયનો એક ત્રીજો પટ્ટો પણ જોવા મળે છે.પટીત રેતીયો સાપ પ્રમાણમાં આંશિક ઝેરી હોય છે. આ સરપ રેતાળ વિસ્તારો તથા નાના ઝાડી ઝાંખરા અને માટીવાળા જમીની પ્રદેશોમાં વસે છે.