એક મિનિટ સુધી દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં અસર
દિલ્હીના ધામા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા. જેમાં એનસીઆર વિસ્તાર પણ ધણધણી ઉઠયો હતો. એક મીનીટ સુધી દિલ્હી તથા આસપાસના વિસ્તારો સવારે ૪.૨૫ વાગ્યે ધણધણી ઉઠયા હતા.
ભૂકંપની તીવ્રતા ૪.૯ ની હોવાનું આ ભૂકંપનું એપી સેન્ટર હરિયાણા ખાતે આવેલ ગૈહાના હોવાનું યુ.એસ. જીયોલોજીકલ સર્વેના રીપોર્ટ દ્વારા નોંધાયું હતું. આ રીપોર્ટમાં વધારે એપી સેન્ટરની ઉંડાઇ ૩૦ કીમી નોંધવામાં આવી હતી.
વહેલી સવારે આ રીતે ધરતી ધ્રુજી ઉઠી હતી ત્યારે તેમાં કો નુશાન કે જાનહાની થઇ હોવાનું બહાર આવ્યું નથી. આ મામલે સ્થાનિકોને પુછવામાં આવતા કેટલાકને વહેલી સવારના ઝટકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતુ. તેમજ કેટલાક લોકો આ સમય ગાઢ નિદ્રામાં હોઇ જાણ થઇ ન હતી. પરંતુ જેમણે આ ઝટકા અનુભવ્યા હતા. તેઓમાં દહેશત ફેલાઇ ગઇ હતી. પરંતુ આ અસર એક મીનીટ બાદ ઓછી થઇ જતાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
આ ભૂકંપના હવે પછીના આફટરશોક વિશે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ આ ભૂકંપ દ્વારા કોઇ ખતરો નોંધવામાં આવ્યો ન હતો