સંગીત સંધ્યા, રીઝવાન આડતીયાના જન્મદિનની ઉજવણી, વિદ્યાર્થી સન્માન, વ્હીલચેર ક્રિકેટરનું સન્માન, કિકેટ કિટ વિતરણ તથા ડોકટરોનું સન્માન કરાયું
રીઝવાન આડતીયા ફાઉન્ડેશન અને જેસીઆઈ પોરબંદર પ્લસના સંયુકત ઉપક્રમે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ ગત તા.૧૫-૯ને રવિવારના રોજ સાંજે મહેર સમાજ, દેગામ, પોરબંદર ખંભાળીયા હાઈવે ખાતે આયોજીત કાર્યક્રમમાં ‘ગામડાનો સૂર’ સંગીત સંધ્યા, રીઝવાન આડતીયાના જન્મદિવસની ઉજવણી, સેલ્ફી વીથ માય પ્લાન્ટ ઈનામ વિતરણ સફાઈ પખવાડીયાની ઉજવણી, વિદ્યાર્થી સન્માન, વ્હીલચેર ક્રિકેટરનું સન્માન અને ક્રિકેટ કિટનું વિતરણ તેમજ મેડીકલ કેમ્પમાં સેવા આપનાર ડોકટરોનું દબદબાભેર સન્માન કરાયું હતુ.
રીઝવાન આડતીયા ફાઉન્ડેશન અને જેસીઆઈ પોરબંદર પ્લસ આયોજીત કાર્યક્રમમાં જેસીઆઈના પ્રમુખ નિલેશ જોગીયા, પૂર્વ પ્રમુખ લાખનસી ગોરણીયા, મુખ્ય મહેમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેઈમ ચાલુ પાંડે, મિલન ત્રિવેદી (હાસ્ય કલાકાર), લેખક અશિ પટેલ, પોરબંદર પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પોરબંદર નાયબ વનસંરક્ષક ડી.જે. પંડયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા, પોરબંદરના જાણીતા ડોકટર સુરે ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈમાં ૫૦ હજાર ટ્રી પ્લાન્ટ અને પર્યાવરણ-પાણી બચાવવા કોશીષ કરી રહ્યા છીએ: રીઝવાન આડતીયા
રીઝવાન આડતીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ અમારો ત્રીજો કેમ્પ છે. અલગ અલગ ડોકટરો, સેવા આપી રહ્યા છે. હેલ્થ કેપની સાથે સાથે હેલ્થ અવેર્નસ પર પણ અમે કામ કરી રહ્યા છીએ લોકોમાં જાગૃકતા લઈ આવીએ કે લોકો પોતાના શરીરનું ધ્યાન રાખ. આજે પરિવારોમાં અંદરો અંદર ઝગડાઓ થાય છે. અને લોકોને બિમારીઓ થાય છે. રૂપીયા ન હોવાને કારણે સારવાર મેળવી શકતા નથી. આ વખતના કાર્યક્રમોમાં અમે ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યા છે. ત્યારે આજે પાંડેજી ઉપસ્થિત છે તો તેઓ કોશિષ કરશે લોકોમાં અવેર્નસ લાવવાન બીજુએ કે ગઈકાલે મારો જન્મદિવસ હતો તેમાં મુંબઈમાં અમે બે પ્રોજેકટ લોન્ચ કર્યા છે. પહેલા પ્રોજેકટમાં અમે ૫૦ હજાર ટ્રી પ્લાન્ટ કરશુ અને પર્યાવરણને બચાવવાની કોશિષ કરશુ અને બીજુ કે પાણી બચાવવા માટે પણ અમે ઘણી બધી કોશિષ કરી રહ્યા છીએ.
લક્ષ્મી તો આવી જાય છે પણ સમાજ પ્રત્યે દાયીત્વ રાખવું તે મોટો વિચાર: દયાશંકર પાંડે
દયાશાકર પાંડેએ આ તકે જણાવ્યું કે બહુ સારૂલાગ્યું છે પોરબંદરમાં આવવાથી કેમકે આ ગાંધીજીની જન્મભૂમી છે અને ત્રણ ચાર મહાન લોકોનો જન્મ થયો છે. જેમાં રિઝવાન ભાઈ, આશુભાઈ પટેલ અને મીલનભાઈનો આ ધરતીમાં કંઈક ખાસ તો છે જ લક્ષ્મીતો આવી જાય છે. પણ સમાજ પ્રત્યે દાયીત્વ રાખવું તે બહુ મોટો વિચાર છે. રિઝવાનભાઈ કંઈ પણ સ્વાર્થ વગર આ કાર્ય કરે છે. તારક મહેતા સીરીયલના બાર વર્ષ થઈ ગયા છે. લોકોનો બહુ પ્રેમ મળ્યો છે તેમજ દિલીપભાઈ પણ પોરબંદરના જ છે. બધા એકટર સારી ભાવનાથી કામ કરે છે. એટલે જ આજે તારક મહેતા શો લોકોને આટલો પસંદ છે. કલા એક એવી ચીજ છે કે તમે દિલથી કામ કરો તો લોકો તમને પસંદ કરે જ. તારક મહેતાની ટીમ વતી લોકોને હું ધન્યવાદ આપુ છું કે તેઓએ અમને આટલો બધો પ્રેમ આપ્યો.