ટ્રેનમાં જતા શ્રમિકોને ભોજન-પાણી અને ફ્રુટ પણ અપાયા
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસથા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ દરેડ, જામનગર શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી આજે અંદાજે ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને બિહાર પટના ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસથા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરી બિહાર – પટના માટે બીજી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગરી કુલ છ ટ્રેનો શ્રમિકોને લઇને રવાના થઇ ચૂકી છે. જેમાં ૫ ટ્રેનો ઉત્તરપ્રદેશ માટે અને ૧ ટ્રેન બિહાર માટેની હતી.
ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસથા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.
આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ અને ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તા રાત્રીના ભોજનની વ્યવસથા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.