નગર પ્રાથમીક શિક્ષણ સમિતીની શાળા નં.૧૦ ના તત્કાલીન આચાર્યા જયંત પંડયાએ વિઘાર્થીઓની શિષ્યવૃત્તિ ચાઉ કરી ગયા ‘તા
રાજકોટ શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમીતી સંચાલીત શાળા નં.૧૦ ના તત્કાલીન આચાર્ય અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાને વિઘાર્થીઓની શિષ્યવૃતિ ઉચાપતના ગુનામાં કોર્ટ દ્વારા સાતવર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના નગર પ્રાથમીક શિક્ષણ સમીતી સંચાલીત શાળા નં.૧૦ ના તત્કાલીન આચાર્ય જયંત ભાનુશંકર પંડયા દ્વારા વર્ષ ૧૯૯૨ માં સમાજ કલ્યાણ ખાતા તફરથી વિઘાર્થીઓને ચુકવવામાં આવેલી રૂ ૨૧૯૧૯/- ની શિષ્યવૃત્તિનો પોતે અંગર ફાયદા માટે ઉપયોગ કરી વિઘાર્થીઓને શિષ્યવૃતિ ન ચુકવ્યાની શાસનનાધિકારીએ પ્ર.નગર પોલીસ મથકમાં જયંત ભાનુશંકર પંડયાસામે ફરીયાદ નોંધાવતા સ્ટાફ જયંત પંડયા સામે ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા છે.
કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવતા કોર્ટમાં કેસ ચાલવા પર આવતા બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષ દ્વારા કરાયેલી દલીલ દસ્તાવેજી પુરાવા તેમજ તપાસનીશ અધિકારીની લેખીત મૌખિક દલીલ તથા નગર પ્રાથમીક શિક્ષણ અધિકારી દ્વારા ફરીયાદ પૂર્વે નોટીસ પાઠવવામાં આવેલી જેમાં જયંત પંડયા દ્વારા શિષ્યવૃત્તિની રકમની લુંટ કે ચોરી થયાનો જવાબ આપી ગેરમાર્ગે દોરવાનું ખુલ્યું હતું. તમામ દલીલોની સહમત થઇ અદાલતે શાળા નં. ૧૦ ના તત્કાલીન આચાર્ય અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાને સાત વર્ષની સજા અને ૧૭ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ અઢી માસની સજાનો હુકમ કયો છે.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે દર્શનાબેન પારેખ ઉ૫સ્થિત રહ્યા હતા.