ભારતી દીદી, વલ્લભભાઈ સતાણી, કૌશિકભાઈ શુકલ, દેવાંગભાઈ માંકડ, અશોકભાઈ મહેતા, વિષ્ણુભાઈ
ભરાડ, બહેરા મુંગા શાળાનું કરાયું બહુમાન: સમાજ માટે પોતાનું જીવન-સમય અને સંપતી સમર્પિત કરી છે
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ગારડી એવોર્ડ સમારોહનું સતત સાતમાં વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમાજનાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સકળાયેલા મહાનુભાવો કે જેમને સમાજ માટે અને સમાજની પ્રગતિ માટે જે સારૂ કાર્ય કર્યું છે. તેવા સાત લોકોનું ગાર્ડી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સાત રત્નો જેમાં ભારતીદીદી, વલ્લભભાઈ સતાણી, કૌશિકભાઈ શુકલ, દેવાંગભાઈ માંકડ, અશોકભાઈ મહેતા અને બહેરામુંગા શાળાની સેવારત્ન ગારડી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યકમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આણદાબાવા સેવા સંસ્થાના પૂ. દેવપ્રસાદ મહારાજ ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, લાખાભાઈ સાગઠીયા અને રાજકોટ ઝોન૨ ડીસીપી મનહરસિંહ જાડેજા સહિતના અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત દીકરાનું ઘણ વૃધ્ધાશ્રમના સંચાલીત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સંચાલક અને ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે અતિ પવિત્ર વાતાવરણની વચ્ચે સાત શ્રેષ્ઠીઓનું ગાર્ડી એવોર્ડથી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અણદાબાપા સેવા સંસ્થાના પૂ. દેવપ્રસાદ મહારાજ, ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ ડીસીપી ઝોન ટુના મનહરસિંહ જાડેજા સહિતના અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સાત શ્રેષ્ઠીઓને ગાર્ડી એવોર્ડથી નવાજવામાં આવ્યા તે માટે હું ખૂબજ આનંદની લાગણી અનુભવું છું તેમ મુકેશભાઈ દોશીએ જણાવ્યુંં હતુ.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતુકે આ સાત શ્રેષ્ઠીઓનાં સન્માન નથી પરંતુ આ રાજકોટના શ્રેષ્ઠીઓનું સન્માન થયું છે. અને રાજકોટનું સન્માન થયું છે. સમાજની ફરજ છે કે સમાજમાં જે કોઈ પણ જાતની આશા કે અપેક્ષા વગર કે જે પોતાના પૈસા અને પોતાના સમયનો સદઉપયોગ કરીને કામ કરતા હોય તેવા સમાજમાં તમામ રત્નોનું સન્માન થવું જોઈએ સારા માણસોની નોંધ લઈ તેનું સન્માન કરવું ખૂબજ જરૂરી છે.
જેને કારણે સમાજનું એક સ્તર ઉંચુ આવે અને સમાજને પણ ખબર પડે કે આવી રીતે સારૂ કામ કરી શકાય આજની યુવા પેઢી સારામાં સારો અભ્યાસ કરે છે ભણતરની સાથે ગણતર પણ સારૂ કરે છે. પરંતુ સમાજમાં કેવા કાર્યો થાય છે. અને સમાજમાં કેવા કામો કરવા જોઈએ તેનો ખૂબજ અભાવ છે. ત્યારે આવી રીતે સન્માનીત કરવાથી યુવા પેઢીને પણ ખબર પડે કે સમાજ માટે કંઈક સા‚ કાર્ય થઈ શકે તેમ છે. અને તેઓને માટે પણ સેવા માર્ગે દોરવા માટે પ્રેરણા મળી શકે તેમ છે. કારણ કે માનવતા એ જ હિન્દુસ્તાનનું ધરેણું છે. આ માટે હું મુકેશભાઈ દોશી અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આણદાબાપા સેવા સંસ્થાના પૂ. દેવપ્રસાદ મહારાજે જણાવ્યું હતુ કે દિપચંદ ગાર્ડી દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના રાજકોટના સંનિષ્ઠ, ઉદાર અને મોટા દિલના વ્યકતઓનું સન્માન કરવામાં આવ્યું હતુ કે જેને સેવા, સંપતિ અને સમયનો સદઉપયોગ કર્યો છે. એવા વ્યકિતઓનો આદર કરવામાં આવ્યો છે.
બીજાને માન આપવું,બીજાનું સન્માન કરવું, અને બીજાનો આદર કરવો આ ખૂબજ સરળ છે. પરંતુ બધા જ લોકો આ કાર્યને કરી નથી શકતા ત્યારે આવું એક સુંદર કાર્ય જયારે આજે સમાજ માટે કરવામા આવ્યું છે આ કામને સફળ કરવા માટે મુકેશભાઈ દોશીએ ખૂબજ સારૂ કાર્ય કર્યું છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતુ કે આજરોજ જે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાત શ્રેષ્ઠીઓને ગારડી એવોર્ડથી નવાજવામા આવ્યા છે. તે ખૂબજ સા‚ કાર્ય છે. એવા લોકો કે જેમણે પોતાની જીંદગી અને પૈસા સમાજની સેવા માટે સમર્પિત કરી દીધા છે. તેવા લોકોનું બહુમાન અંગે પ્રોત્સાહન મળે તે માટે આજે તેઓને ગારડી એવોર્ડ આપી સન્માનીત કર્યા છે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સલાહકાર સમિતિના સભ્ય અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વલ્લભભાઈ સતાણીએ જણાવ્યું હતુ કે આજરોજ જે સાત શ્રેષ્ઠીઓને ગાર્ડી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે અને છેલ્લા સાત વર્ષથી આ સરાહનીય કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે જે લોકો સેવાના ક્ષેત્રે આગળ પડતા છે અને સારી કામગીરી સમાજ માટે કરી રહ્યા છે તેવા લોકોને પ્રોત્સાહન રૂપે સન્માનીત કરવામાં આવે છે. જે ખૂબજ સારી વાત છે. અને આ માટે હું સમર્પણ ચેરી ટ્રસ્ટને ખૂબજ ધન્યવાદ પાઠવું છું.
કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતુ કે સમર્પણ ચેરી ટ્રસ્ટ આજરોજ જે રાજકોટના શ્રેષ્ઠ, સેવાભાવી, કર્મઠ સાત આગેવાનોનું જે અહીયા સન્માન કર્યું છે એ બદલ હું તેમનો ખૂબજ આભાર વ્યકત ક‚ છું આજરોજ જે સન્માન થયું છે તે માત્ર વ્યકિતનું સન્માન નથી પરંતુ વ્યકિતની કરેલી સમાજ માટેની સેવા માટેનો આ ગાર્ડી એવોર્ડ છે.
વ્યકિત આજે દરેક ક્ષેત્રમાં જે તે રીતે પોતે સમાજ ઉપયોગી સેવા કરે છે તે માટે તેઓને પ્રોત્સાહન આપવા અને તેઓ ખરેખર સમાજને એક સારી દિશા સૂચવે છે તે માટેનું આ સન્માન છે જે માટે હું સમર્પણ ચેરી. ટ્રસ્ટ અને મુકેશભાઈ દોશીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા રહે તે માટે આહવાન આપુ છું.
હરિ વ્યાપાર ચેરી.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે સમર્પણ ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જે વીરલાઓને આજે બીરદાવવામા આવ્યા અને સેવા રત્નોનું જયારે બહુમાન કર્યું કે જે છેલ્લા સાત વર્ષથી બહુમાન કરવામાં આવે છે. એ અમારા માટે ખૂબજ ગર્વની વાત છે.
મારૂ તો એવું માનવું છે કે મને સન્માન કરતા સેવા વધારે વહાલી છે. પરંતુ આટલા વર્ષે પણ જે પ્રેરણાદાયીત્વનું કામ કર્યું છે. અને આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા આ સંસ્થાએ જે સેવાક્ષેત્રે નામના મેળવી છે. અને ખાસ જે છેલ્લે ૨૨ દીકરીઓને પરણાવી તે એક ખૂબજ સરાહનીય કામગીરી છે તે બદલ હું દરેક સભ્યને શુભકામના પાઠવું છું.