શકિત જવેલર્સમાં વેપારીને ત્રણ મહિલાએ વાતોએ વળગાડી બે મહિલાએ ખૂલ્લી તીજોરીમાંથી ચાંદીના સાકળા ભરેલો ચાંદીનો ડબ્બો સેરવી લીધો; સાંજે સ્ટોક મેળ કરતા દાગીનાની ઘટ મળી; સીસીટીવી ચેક કરતા ચોરીની જાણ થઈ; એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ
રાજકોટના સોની બજારમાં ગૂરૂવારે બપોરે ખરીદી કરવાના બહાને આવેલી સાત મહિલા ગેંગે વેપારીને વાતોએ વળગાળી એક મહિલા નજર ચૂકવી ખૂલ્લી તીજોરીમાંથી 3 કિલો ચાંદીના સાંકળા ભરેલો ચાંદીનો ડબ્બો સેરવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ગેંગને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ સોની બજાર શકિત જવેલર્સ નામની પેઢી ધરાવતા અનિલ મુંધવા નામના વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકમકાં ફરિયાદ અરજી આપી છે.
પોલીસની અરજીમાં જણાવ્યા પ્રમાણે ગૂરૂવારે બપોરે વેપારી અનિલ મુંધવા પોતાની પેઢી પર બેઠા હતા ત્યારે સાત મહિલા ચાંદીના દાગીના ખરીદ કરવાનાં બહાને દુકાનમાં ઘુસી હતી જેમાં ત્રણ મહિલા ચાંદીના સાંકળા બતાવાનું કહી વેપારી સાથે વાતો કરી રહી હતીત યારે એક મહિલા નજર ચૂકવી નીચે બેસી જઈ ખૂલ્લી તીજોરીમાં હાથ નાખી ત્રણથી સાડા ત્રણ કિલો ચાંદીના સાંકળા ભરેલ ચાંદીનો ડબો સેરવી પોતાની સાલ નીચે છુપાવી દઈ બાજુમાં બેઠેલી મહિલાને ડબ્બો આપી દઈ ઈશારો કરી દીધો હતો.
કામ પતી ગયું હોવાનો સંકેત મળતા સાતેય મહિલા ચોરીના છડા સાંકળા ગમતા નથી તેમ કહી ખરીદી કર્યા વગર જ પેઢીમાંથી બહાર નીકળી ગઈ હતી.
બાદમાં વેપારી સાંજે સ્ટોક જોબ કરી રહ્યો હતો ત્યારે ચાંદીના સાંકળા ભરેલ ડબ્બો ગુમ થયાની જાણ થતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બપોરે ખરીદી કરવા આવેલી તસ્કરની ગેંગ સેરવી ગઈ હોવાનું માલુમ પડયું હતુ.
આ બનાવ અંગે આજે બપોરે એ.ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે વેપારીની ફરિયાદ અરજી મેળવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા પ્રમાણે ચાંદીના દાગીના વેચતા વેપારી અનિલ મુંધવા જાણીતા કોંગી આગેવાન રણજીત મુંધવાના નાનાભાઈ થતા હોવાનું જાણવા મળ્યું છે.જયારે આ બનાવની ફરિયાદ કરવા કોંગી આગેવાન રણજીત મુંધવા પણ પોલીસ મથકે દોડી ગયા હતા.