જાંબુડીયા,પાનેલી, ગીડચ સહિતના સાત ગામને નર્મદાના નીર મળશે
મોરબી તાલુના જાંબુડીયા,પાનેલી,ગિડચ સહીત ના સાત ગામોને સૌની યોજના થાકી નર્મદાના નીર આપવા સરકારે સૈધાંતિક મંજૂરી આપતા આ ગામોનો પાણી પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો છે.
મોરબી તાલુકાનાં જાબુડીયા, પાનેલી, ગિડચ, લખધીરપુર, મકનસર, બંધુનગર અને કાલિકાનગર એમ સાત ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. સાતેય ગામોમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી તેથી આ સાતેય ગામના ૨૦ હજાર ગ્રામ્યવાસીઓ બોરના પાણી પર આધારિત છે. પરંતુ હાલમાં બોરનું પાણી નોચે ઉતરી જવાથી પાણીની કટોકટી ઊભી થઈ છે. પાણીની સમસ્યાને પગલે ઉક્ત તમામ ગામનાં સરપંચો તથા પાનેલી ગામનાં પૂર્વ સરપંચ ગૌતમભાઈ હડીયલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ ગોલ્તર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય બાવનજી મેતાલીયા સહિતનાં આગેવાનો રજૂઆત માટે ગાંધીનગર દોડી ગયા હતાં. ત્યાં કેબીનેટ મંત્રી બાબુ બોખરીયાને પાણીની કટોકટીને કારણે પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી.
જેને પગલે મંત્રી બાબુભાઈ બોખરીયાએ સાતેય ગામને સૌની યોજનામાંથી નર્મદા નીર આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા સાતેય ગામોના પાણી પ્રશ્ન નો કાયમી ઉકેલ આવ્યો છે.