- એનઈપી-2020ના સરળ અને અસરકારક અમલવારી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020થી રી સ્ટ્રક્ચરીંગ ઓફ યુનિવર્સિટી એન્ડ રી ક્ધસ્ટ્રકશન ઓફ કોલેજ એફિલીએશન સિસ્ટમ માટે પેટા સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતીના રીપોર્ટ અનુસાર ગુજરાત સરકારે મલ્ટી/ઇન્ટર-ડીસીપ્લીનરી/સંશોધન યુનિવર્સિટીઓ માટે સાત યુનિવર્સિટીને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે ઘોષિત કરી છે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને મલ્ટિડિસિપ્લિનરી માટે અભ્યાસક્રમ ડિઝાઇન કરવા સુચના આપવામાં આવી છે.તમામ યુનિવર્સિટીઓમાં રિસર્ચ સેન્ટર બોર્ડની સ્થાપના માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં ’ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓને ફંકશનલ ઇંગ્લિશ અને કોમ્યુનિકેશન, જીવન કૌશલ્ય અને પ્રોફેશનલ સ્કીલ્સ જેવા આવશ્યક કૌશલ્યોમાં તાલીમ આપીને તેમની રોજગાર ક્ષમતા અને ઉદ્યોગની તૈયારીને વધારવા માટે વિવિધ પ્રકલ્પો શરુ કર્યા છે. એનઈપી-2020ની સરળ અને અસરકારક અમલવારી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ષ 2022માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ 2022ના ભાગ રૂપે યોજાયેલ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઑફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ દરમિયાન “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નો અમલીકરણ રોડમેપ” લોન્ચ કરાયો હતો. જે અંતર્ગત આગામી 10 વર્ષમાં નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણને ટૂંકા ગાળા (0-3 વર્ષ), મધ્યમ ગાળા (3-6 વર્ષ) અને લાંબા ગાળા (6-10 વર્ષ)માં વિભાજિત કરાઈ છે. જેના અનુસાર લાંબા ગાળાના (6-10 વર્ષ)ના એકશન પ્લાનમાં કોલેજોના ડી- એફિલિએશન માટેની કામગીરી કરવામાં આવે છે તેમ મંત્રીએ પેટા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.