જિલ્લાના વધુ બે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા

યુક્રેનની આપત્તિજનક પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ જિલ્લાના નાગરિકોની વતન વાપસીમાં ખડેપગે

અબતક, રાજકોટ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના નાગરિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે રહીને શક્ય તમામ પ્રયત્નો કેન્દ્ર સરકારના સહયોગથી કરી રહ્યું છે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલની બંસી રામાણી તથા દેવાંશી દાફડા આજે તેમના ઘરે પહોંચી ગયા છે, જ્યારે રાજકોટની જૈમીની વાઢેર ખોખડદડના ઉદય ખૂટ, રાણીપુર-નવાગામ ના ભાર્ગવ રંક  અને શિવમ રંક, રાજકોટના અરાકાન ખતૂમ્બરા તથા હિમાંશુ કોટડીયા રોમાનીયા એરપોર્ટ પર પહોંચી ગયા છે, અને તેઓને સહી સલામત રીતે કેન્દ્ર સરકાર દ્વારા તેમના વતન મોકલવાની તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે જ્યારે જસદણના રવિ રામાણી, ચિરાગ પટેલ, ઉપેન્દ્ર ઉપાધ્યાય, હાર્દિક વાજા, વિછીયાના દર્શન ઉમરાણીયા તથા હર્ષ સોની અને અનિશા સંધિ બોર્ડર ઉપર છે, જે ટૂંક સમયમાં જ રોમાનિયા પહોંચવાની શક્યતા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.