ખોડધામ ખાતે સાતમાં પાટોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો
2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે: નરેશ પટેલ
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે આયોજિત સાતમા પાટોત્સવમાં ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ બનાવવામાં મહત્વનું યોગદાન છે. વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિભર્યા નેતૃત્વને લીધે આ શક્ય બન્યું છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજયના ખેડૂતોનુ હિત સદા હૈયે હોવાનું જણાવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ આ પ્રસંગે કહ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. જે માટે રાજયસરકારે વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે.
આગામી જી-20 સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં જી – 20 સમિટની કુલ 15 ઈવેન્ટ્સ યોજાશે. જે રાજ્યની પ્રગતિ વૈશ્વિક ફલક પર લઈ જશે. આઝાદી મેળવ્યાનાં 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 2047ની સાલમાં ગુજરાતનું સ્થાન અગ્રિમ હરોળનું હશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યકત કર્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટને સામાજિક સમરસતાના પ્રણેતા તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો કે ખોડલધામ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકે છે. વિભાજિત વિશ્વમાં સંગઠનની પ્રેરણા પૂરી પાડતા આસ્થા વિચારના કેન્દ્ર તરીકે ખોડલધામ વિશ્વને હંમેશા પ્રેરણા પૂરું પાડતું રહેશે, એવો ભાવ પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.
સમાજહિત અને રાષ્ટ્રહિતના ધ્યેય સાથે કાર્યરત થયેલા ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. અને સમગ્ર પરિસરમાં પથરાયેલી 650 મૂર્તિઓ તથા પ્રદક્ષિણાપથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીએ ખોડલધામ પ્રાંગણની મુકત મને સરાહના કરી હતી.
સૌરાસ્ટ્રની સંતો-શુરાઓ-દાતાઓની ભૂમિમાં દર 25 કિલોમીટરના ઘેરાવામાં દાનની અવિરત સરવાણી વહે છે, જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. અને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને નતમસ્તકે વંદન કર્યા હતા.
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા, શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યો સર્વ જયેશભાઇ રાદડીયા, બિપિનભાઇ ગોતા, રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ કાનાણી અને મહેન્દ્રભાઇ પાડલીયા, સાંસદ રમેશભાઇ ધડુક અને મોહનભાઇ કુંડારીયા, દિલીપભાઇ સંઘાણી, ગોરધનભાઇ ધામેલીયા, હાસ્યકલાકાર સુખદેવભાઇ ધામેલીયા, પૂર્વમંત્રી જીતુભાઇ વાઘાણી, ગોવિંદભાઇ પટેલ, જસુમતિબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે: નરેશ પટેલ
આ પ્રસંગે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. અને ખોડલધામને રાષ્ટ્રફલક પર પહોંચાડવાનું છે. 15 વર્ષ પહેલા આ જગ્યા પર કોઈ અસ્તિત્વ ન હતું પરંતુ અત્યારે આપણે સૌએ રાષ્ટ્રને એક ખોડલધામ પરિસર રૂપી ભેટ આપી છે. આ તકે નરેશભાઈ પટેલે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આભાર માન્યો હતો અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ છેલ્લા એક વર્ષમાં ટ્રસ્ટને જે પ્રકારે સહયોગ આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ આ પ્રસંગે નરેશભાઈ પટેલે ખોડલધામ ખાતે આગામી વર્ષ 2027માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી.
સાથે જ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક, આરોગ્ય અને રમત-જગત ભવનો બનાવવાની જાહેરાત કરાઈ હતી.
ખોડલધામ મંદિરે આયોજિત ઓલ ઈન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી પરંતુ તમામ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છે.
આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે. અને આ ખોડલધામે નાના મોટા 10 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
સાથે જ આ ભવ્ય આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.21 જાન્યુઆરીએ યોજાયેલા ઓલ ઈન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમમાં ભારત ભરના ક્ધવીનર, સહ ક્ધવીનર, સ્વયંસેવક, ખોડલધામના નેજા હેઠળ કામ કરતી વિવિધ સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે સૌએ સમૂહમાં મા ખોડલનો મહાપ્રસાદ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 4 હજાર જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પરંપરા મુજબ ફરી એક વખત સ્વયંશિસ્તના દર્શન થયા હતા.
ખોડલધામ મંદિરે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાદગીના દર્શન થયા હતા. મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવા માટે મુખ્યમંત્રી માટે ઈ-વ્હીકલની સુવિધા કરાઈ હતી. પરંતુ મુખ્યમંત્રી ટ્રસ્ટીઓ સાથે પગપાળા મંદિર સુધી દર્શન કરવા પહોંચ્યા હતા. આમ મુખ્યમંત્રીના સરળ અને સાદગીભર્યા સ્વભાવના દર્શન થયા હતા.
સમગ્ર સમાજ માટે ગૌરવવંતો દિવસ છે:જયેશભાઈ રાદડિયા
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જણાવ્યું કે, ખોડલધામ ના વાર્ષિક મહોત્સવ માં આવેલા દરેક સમાજના લોકો શ્રદ્ધાથી આવ્યા છે. સમગ્ર સમાજ માટે ગૌરવ વધતો દિવસ છે.માં ખોડલના આશીષ સમગ્ર રાજ્યના લોકો ઉપર રહે તેવી પ્રાર્થના કરું છું. ખોડલધામ આરોગ્ય અને શિક્ષણના ખૂબ મોટા પ્રોજેક્ટ થશે.
ખોડલધામના પરિસરમાં દરેક સમાજના લોકો શ્રદ્ધાથી આવે છે:નરેશભાઈ પટેલ
ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ખોડલધામ પરિશ્રમમાં સર્વ સમાજ સાથે મળીને આ વિચારને આગળ વધારી રહ્યું છે.ખોડલધામ ના પરિસરમાં દરેક સમાજના લોકો શ્રદ્ધાથી આવે છે ખોડલધામ ખાતેથી શિક્ષણ અને આરોગ્યના પ્રોજેક્ટને જાહેરાત કરવામાં આવશે.
ખોડલધામ પરિશ્રમ આવવાથી આનંદ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે:અરવિંદભાઈ રૈયાણી
પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે, સમગ્ર લેવા પટેલ સમાજમાં આજે હર્ષની લાગણીઓ છે ખોડલધામ ના પરિશ્રમમાં આવી ખૂબ આનંદ અને સુખ શાંતિની અનુભવ થાય છે.
ખોડલધામ ટ્રસ્ટમાં નવા 44 ટ્રસ્ટીઓની નામાવલી
- જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
- ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ગ્રુપ)
- દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
- વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
- ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
- વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
- સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ)
- મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
- રમેશભાઈ પાંભર (ટેકલાઈન ઈન્ડસ્ટ્રીઝ)
- વિનુભાઈ સરધારા (મારૂતિ ગૃપ)
- કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
- ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
- અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
- પરસોત્તમભાઈ નારાણભાઈ ગેવરીયા
- નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
- દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
- ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
- રમેશભાઈ મેસિયા
- ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
- નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
- દિનેશભાઇ ભગવાનભાઇ શિંગાળા
- સુસ્મિતભાઇ રોકડ
- ધ્રુવભાઇ વિનોદભાઇ તોગડીયા
- નૈમિષભાઇ રમેશભાઇ ધડુક
- રસિકભાઇ મારકણા
- રમેશભાઇ કાથરોટીયા
- મનિષભાઇ મુંગલપરા
- દેવચંદભાઇ કપુપરા
- મનસુખભાઇ ઉધાડ
- રસીકભાઇ ઝાલાવડીયા
- મનસુખભાઇ નારણભાઇ રાદડીયા
- હિંમતભાઇ બાબુભાઇ સેલડીયા
- ભુપતભાઇ પોપટભાઇ રામોલીયા
- ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
- પંકજભાઇ નાથાભાઇ ભુવા
- કિશોરભાઇ સાવલીયા
- નાથાભાઇ મુંગરા
- નેહલભાઇ પટેલ
- જીતુભાઇ તંતી
- પ્રવિણભાઇ વલ્લભભાઇ પટેલ
- કલ્પેશભાઇ તંતી
- અનારબેન પટેલ
- બિપીનભાઇ પટેલ
- પ્રજ્ઞેશભાઇ કાળુભાઇ ઝાલાવડીયા