સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનું કેન્દ્ર બિન્દુબની રહ્યો છે. ન્યુ યરની શરૂઆતમાં જ રાજ્યમાં ભૂકંપના 7 આચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 6 આચકા અનુભવાયા છે.
સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપની ભૂલ્યા નથી. વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાનું બહાર આવ્યુ છે.
(ISR)મુજબ ભૂકંપના આંકડા
સ્થળ | તીવ્રતા | સમય |
સુરેન્દ્રનગર | 1.8 | 09.55 AM |
બોટાદ | 2 | 11.46 AM |
સુરેન્દ્રનગર | 1.8 | 12.10 PM |
સુરેન્દ્રનગર | 1.8 | 12.25 PM |
સુરેન્દ્રનગર | 1.5 | 01.00 PM |
સુરેન્દ્રનગર | 1.6 | 01.05 PM |
સુરેન્દ્રનગર | 1.4 | 01.29 PM |