સોમ થી શુક્ર કમાઇને શનિ-રવિ જલસા કરવાની પશ્ચિમી માનસિકતા ભારતની નવી પેઢીમાં પણ વધી રહી છે. જે કદાચ આગળ જતા બહુ મોટી નાણાકિય સમસ્યા નોતરી શકે છે. કહેવાય છે કે લોન એ તમારી કમાણીનો એક ભાગીદાર છે અને બચત કમાઉ દિકરો..! યુવાનીમાં કરેલી બચત અવસ્થા આવ્યે આવક બનીને ઉભી રહે છે. તેથી જ નાણાકિય સ્વતંત્રતા હોવી જરૂરી છે. લોકો આ વાતને માને પણ છે પણ તેને હાંસિલ કેવી રીતે કરવી તેનું આયોજન કરવામાં તેમનું જીવન પુરૂં થઇ જાય છે અને સપનાં માત્ર સપનાં રહી જાય છે. આર્થિક સધ્ધરતા કે સ્વતંત્રતાનાં સપનાં સાકાર કરવા માટેની સાત મુદ્દાની ફોમ્ર્યુલા સમજીને અને તેનો તમારી જીવન શૈલી, પારિવારિક જવાબદારીઓ અને તમારી આવક પ્રમાણે અમલ કરવાથી આપનું સપનું સાકાર થઇ શકે છે. યાદ રહે કે આ ફોમ્ર્યુલામાં કોઇ શોર્ટકટ હોતો નથી, તેનું આયોજન કરીને શિસ્તબધ્ધ અમલ કરવાની જરૂર હોય છે.
આર્થિક સધ્ધરતા કે સ્વતંત્રતાનાં સપનાં સાકાર કરવા માટેની સાત મુદ્દાની ફોમ્ર્યુલા સમજીને અને તેનો તમારી જીવન શૈલી, પારિવારિક જવાબદારીઓ અને તમારી આવક પ્રમાણે અમલ કરવાથી આપનું સપનું સાકાર થઇ શકે
સૌ પ્રથમ યાદ રાખવું કે આપની ઉંમરની સાથે આપની જવાબદારીઓ અને મોંઘવારી બન્ને વધવાના છે. 1970 ના દાયકામાં ભારતના જે મધ્યમ વર્ગીય પરિવારનો માસિક ઘર ખર્ચ 500 રૂપિયા હતો તે જ પરિવારની જીવન શેલીને જાળવી રાખવા માટે 1995 માં 5000 રૂપિયાની જરૂર પડતી હતી. જ્યારે 2020 માં 50000 રૂપિયાની જરૂર પડવા માંડી હતી. આગામી 25 વર્ષમાં આ ખર્ચ પાંચ લાખે પહોંચી શકે છે તેવી ગણતરી સાથે આયોજન કરવું પડશે. મતલબ કે આપના માટે નાણાકિય સ્વતંત્રતા શું છે તે નક્કી કરીને તમારે આગળ વધવાનું છે.શું લોનના બોજ વિનાની લાઇફ સ્ટાઇલ તમારા માટે સ્વતંત્રતા છે?, શું જલ્દી નિવûત થવું છે?, કે પછી નોકરી છોડીને ધંધો શરૂ કરવાનું વિચારો છો.? જો આપની ઉમર 50 વર્ષની આસપાસ હોય તો તામાર રોકાણમાં શેરબજાર જેવા જોખમી કારોબાર કરતા ફીક્સ ડિપોઝીટ જેવા સુરક્ષિત રોકાણમાં નાણા વધારે હોવા જોઇએ.
એકવાર ગોલ નક્કી થઇ ગયા બાદ બીજો નિયમ છે કે હંમેશા આવક કરતા ખર્ચ ઓછો રહે તેવી જીવન શેલીને અપનાવવાનું નક્કી કરો. ઘણા લોકોને આ તબક્કે હારી જતા હોય છૈ અને તેમનો ખર્ચ કંટ્રોળમાં રાખી શકતા નથી. આવા લોકોએ તેમનું માસિક ખર્ચનું બજેટ તૈયાર કરી રાખવું પડશે અને તેને વળગી રહેવું પડશે. જેમાં દર મહિને અમુક ચોક્કસ રકમની બચત નક્કી કરવાની રહેશે. કેટલી અને કેવી રીતની તે પોતે પોતાની રીતે ઉંમર અને જવાબદારીઓ પ્રમાણે નક્કી કરી શકે છે. એકંદરે પહેલા બચત કરો અને પછી ખર્ચ કરોની નીતિ શ્રેષ્ઠ સાબિત થતી હોય છે. જો આપ 25 વર્ષના હોય અને પરિવારની જવાબદારી ન હોય તો આપની આવકનાં 60 ટકા જેટલા નાણા બચતમાં રાખી શકો, પરંતુ જો 40 વર્ષની ઉંમર અને પરીવારની જવાબદારી હોય તો 10 થી 20 ટકા સુધીની બચત કરી શકાય.
કહેવાય છે ને કે સમસ્યાઓ અગાઉ જાહેરાત કરીને નથી આવતી. ખાસ કરીને બિમારી અને આવકનાં સાધનો. તેથી ત્રીજો નિયમ આકસ્મિક ભંડોળ ઉભું કરવાનો અપનાવો. જો કોઇ સંકટ આવે તો આપના માસિક જીવન ખર્ચની છ મહિના સુધીની રકમ આ ભંડોળ પેટે તૈયાર રાખો જેને એકદમ સુરક્ષિત જગ્યાએ ઇન્વેસ્ટ કરો.
હવે પછીનો નિયમ આવે છે સમજણ અને ગણતરી સાથેનું મુડીરોકાણ. કોઇ એક જ ક્ષેત્રમાં મુડીરોકાણ કરવું એ સૌથી જોખમી આયોજન છે.ભલે પછી તે રિયલ એસ્ટેટ હોય, સોનું હોય, શૈરબજાર હોય કે પછી ક્રિપ્ટો કરન્સી પણ કેમ ન હોય. કોઇપણ સેક્ટરમાં તેજી પછી મંદીએ ઇકોનોમીનું ચક્ર છૈ. તેથી આપનું ઇન્વેસ્ટમેન્ટ વિવિધ સેક્ટરમાં રાખવું હિતાવહ છે. બેશક જે સેક્ટરમાં તમને વધારે વળતર મળતું હોય, કે એ સેળ્ટર સાથે તમને વધારે લેણું દેકાતું હોય તેમા થોડું વધારે ભંડોળ રાખી શકાય.
પાંચમો નિયમ લીધેલા કર્જને સમય કરતા વહેલું પુરૂ કરવાના આયોજનનો છે. જો 10 વર્ષ માટે હોમ લીધી હોય તો તેને છ વર્ષમાં પુરી કરવાની ગણતરી સાથે આગળ વધવું જરૂરી છે. આમ કરવાથી વ્યાજ અંદાજીત કરાયેલું વ્યાજ ઘણું ઘટી જશે અને બેંકમાં આપનો ટ્રેક રેકોર્ડ સારો રહેવાથી તુરત જ બીજી લોન પણ મળી જશે. કર્જની ચુકવણીમાં પણ સૌ પ્રથમ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ જેવા ઉંચા વ્યાજ વાળા ચુકવણા પહેલા કરવા જરુરી છે. જ્યારે કોઇ મોટો બોજ હોય ત્યારે વેકેશન કે ટુરિઝમ લોન લેવાના કે મોંઘા મોબાઇલ ફોન માટેની લોન લેવાના અભરખાં છોડી દેવા જોઇએ.
જો ઉપર જણાવેલા બધા નિયમો આપના કંટ્રોલમાં હોય તો વેલ્થ ક્રિયેશન માટેનાં અભ્યાસ પાછળ સમય ફાળવી શકાય જેનાથી આપ આપણી મુડીમાં અનેક ગણો વધારો કરી શકશો. આ વિકળ્પ ત્યારે જ અપનાવાય જ્યારે તમારી ફીક્સ આવક તમારા માસિક ઘર ખર્ચથી વધારે હોય.
સાતમી ટેવ છે બાળકોના ભવિષ્ય માટે આયોજન કરવાની. જે ઉચ્ચ શિક્ષણથી માંડીને તેમના લગ્ન જેવા સામાજીક પ્રસંગો પણ હોઇ શકે છે. સાથે જ આપને આપના ફેલાવેલા નાણાકિય સામ્રાજ્યનું વર્ષમાં બે વખત અવલોકન કરવું પણ જરૂરી છે. જેનાથી આપને જરૂર પડયે આપના નાણા અન્ય સેક્ટરમાં ફેરવી શકાય. આ એક નિયમીત કવાયત છે અને આજીવન છે.
યાદ રાખજો કે તમારી આવક ગમે તેટલી હોય પણ જલસા તો પિતાના પૈસા જ થઇ શકે છે આપના પૈસે તો માત્ર ઘટના ખર્ચ નિકળતા હોય છે..! પછી તે વિડીયો ગેમ રમવાની મજા હોય કે વર્લ્ડ ટુર ઉપર જવાની..! તેથી આપની આવક શું છે અને આપને ક્યા ખર્ચ પરવડે તેની બાળકોને શરૂઆતથી જ સમજણ આપશો તો ઘણું બધું કંટ્રોલમાં રહેશે..!