તમે જ લોકોની દરેક મુશ્કેલીમાં સાથે હોવ છો કોરોના વોરિયર્સને બિરદાવતો આ કિસ્સો છે પ.બંગાળના ગામનો
પ. બંગાળનાં હાવરામાં કોરોનાના કહેર વચ્ચે એક નવદંપતિ લગ્નના સાત ફેરા ફર્યા બાદ તુરત જ પોલીસ મથકે પહોચ્યું હતુ પોલીસ સ્ટેશને જઈ નવદંપતિએ પોલીસનો કોરોનાના કપરા કાળમાં લોકોની સારી સેવા બદલ પગે લાગી આભાર માન્યો હતો. પોલીસે પણ નવદંપતિના પ્રેરક લાગણી ભર્યા પગલાને આવકારી માસ્ક તથા સેનેટાઈઝર અર્પણ કર્યા હતા.
દેશમાં કોરોના કહેર છે ત્યારે આરોગ્ય વહીવટી તથા પોલીસ તંત્ર દ્વારા કોરોનાને વકરતો અટકાવવા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને લોકો પણ જાગૃત થયા છે.
પશ્ર્ચિમ બંગાળના હાવરામાં એક નવદંપતિના લગ્ન યોજાયા હતા. લગ્નના સાત ફેરા ફર્યા અને પરણી ઉતર્યા પછી નવદંપતિ સીધુ પોલીસ સ્ટેશને પહોચ્યું હતુ. પોલીસ સ્ટેશને નવપરણીત યુગલ આવી પહોચતા પોલીસ કર્મચારી સહિત સૌ અચંબામાં પડી ગયા હતા પોલીસ પણ વિચારવા લાગી કે એવું તે શું બન્યું કે નવદંપતિએ પરણ્યા પછી તુરત જ પોલીસ સ્ટેશને આવવું પડયું?
પોલીસ અધિકારી પણ વિચારતા થઈ ગયા અને પોલીસ કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા અને અવનવી અટકળો શરૂ થવા લાગી. પોલીસ સ્ટેશને પહોચ્યા બાદ નવદંપતિએ ત્યાં હાજર પોલીસ કર્મીઓના આશીર્વાદ લઈ કહ્યું કે તમે લોકોની દરેક મુશ્કેલીમાં સાથે હોછો હાલ કોરોનાના કપરા કાળમાં પણ તમારી સેવા કાબેલેદાદ છે. પ્રશંસાપાત્ર છે. આખા સમાજને પોલીસ વિભાગ ઉપર ગર્વ છે. એટલે જ અમે લગ્ન વિધિ પૂરી થયા બાદ તુરત જ સૌ પ્રથમ તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ.
વર વધુની આ વાત સાંભળી પોલીસ કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો આ બનાવ બાગબાન પોલીસ મથક હેઠળના હિજલક ગામની છે.
વ્યવસાયે ઈજનેર એવા અનિષ માઝીના લગ્ન રવિવારે રાત્રે સંગીતા સાથે થયા છે. આ લગ્ન દરમિયાન માસ્ક પહેરવા તથા સામાજીક અંતર જાળવવાના નિયમો પણ પાળવામાં આવ્યા હતા લગ્નમાં પણ ઓછી સંખ્યામાં સગા સ્નેહીઓ જોડાયા હતા તમામે માસ્ક પહેર્યા હતા.
પોલીસે માસ્ક -સેનેટાઈઝર્સ ભેટ આપ્યા
પોલીસ પણ આ નવદંપતિના આવા સામાજીક સંદેશો પ્રેરણાત્મક બળ આપતા આ પગલાથી ગદગદિત થઈ હતી અને નવદંપતિને ૫૦ માસ્ક અને સેનેટાઈઝર ભેટ આપ્યા હતા. ડયુટી ઓફિસર સહિતના પોલીસ કર્મચારીઓએ નવદંપતિને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.