જામનગરના દરેડ તેમજ વામ્બે આવાસ પાસે અને જિલ્લાના જામજોધપુર, લતીપુર, પોલીસે બે દિવસો દરમ્યાન જુગાર પકડવા સાત દરોડા પાડયા હતા જેમાં બેતાલીસ શખ્સો અને ચાર મહિલાઓ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા. જ્યારે દસ શખ્સો ફરાર થઈ ગયા હતા. પટમાંથી કુલ રૃા.પોણા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જામજોધપુર તાલુકાના કડબાલમાં ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ હેઠળ કુંડાળું વળી બેસી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નારણભાઈ કારાભાઈ બરાઈ, મયુર સવદાસ બંધિયા, જયેશ ભીખાભાઈ ચંદ્રાવડિયા, ગોગનભાઈ પબાભાઈ આહિર, રાજેશ નાથાભાઈ બરાઈ, અશ્વિન નગાભાઈ બરાઈ, દિનેશ દાનાભાઈ ચંદ્રાવડિયા, ભરત રામાભાઈ વરૃ, અરવિંદભાઈ રણમલભાઈ ગોધમ તથા ગોવિંદભાઈ કારાભાઈ બરાઈ નામના અગિયાર શખ્સોને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૯૮૯૦ રોકડા, દસ મોબાઈલ મળી કુલ રૃા.૨૮૩૯૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર તાલુકાના દરેડમાં આવેલા એફસીઆઈ ગોડાઉન પાછળની માધવ ટાઉનશીપમાંથી શનિવારે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા મહેશભાઈ જમનભાઈ સોનગરા, રમેશભાઈ ડાયાભાઈ ચનુરા તથા સુરેશ મેરામણભાઈ કોડિયાતર નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૨૨૩૦૦ રોકડા કબજે કર્યા છે.
જામનગર તાલુકાના સિક્કાના મુંગણીથી ગાગવા રોડ વચ્ચે આવેલી એક વાડીના બાવળિયામાં શનિવારે સાંજે ગંજીપાના કૂટી રહેલા ભરતસિંહ ભાવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ કાનાજી પીંગળ, નંદલાલ રણછોડભાઈ જવાણી, મહોબતસિંહ મેરૃભા પરમાર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે નરેન્દ્રસિંહ મહોબતસિંહ કંચવા, કમલેશ રમેશભાઈ બુજડ તથા રાજુ મારવાડી નામના ત્રણ શખ્સો નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૭૫૦૦ રોકડા, પાંચ મોટરસાયકલ મળી કુલ રૃા.૧,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ધ્રોલ તાલુકાના લતીપર પાસેથી શનિવારે સાંજે પોલીસે જાહેરમાં તીનપત્તી રમી રહેલા શૈલેષ દેવાભાઈ ગજિયા, વિશાલ કાળુભાઈ જેઠા, સંદીપ પાંચાભાઈ રાઠોડ, ઈકબાલ નુરમામદ સીપાઈ નામના ચાર શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે દેવજી ચનાભાઈ પાટડિયા, જીવા રામજીભાઈ વાઘેલા, ચમન હીરૃભાઈ વાઘેલા, મુન્નાભાઈ મોમૈયાભાઈ વાઘેલા, જગદીશ મોમલાભાઈ વાઘેલા, જીતુ ગગજીભાઈ વાઘેલા અને જીથરો તરસીભાઈ કોળી નામના સાત શખ્સો નાસી ગયા છે. પોલીસે પટમાંથી રૃા.૩૭૬૦ કબજે કર્યા છે.
જામજોધપુરના સગરપામાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ગોવિંદ કરશનભાઈ વાઢેર, મુકેશ જીજ્ઞેશભાઈ મણવર, જીતેન્દ્ર વાલજીભાઈ પ્રજાપતિ, ગીતાબેન દિનુભાઈ ચિત્રોડા, ચેતનાબેન હર્ષદભાઈ ચૌહાણ, બધીબેન ઓઘડભાઈ રાઠોડ, રાકેશ ડાયાભાઈ માણસુરિયા, ધર્મેશ અશ્વિનભાઈ મણવર તથા રીમાબેન રાજેશભાઈ પરમાર નામના નવ વ્યક્તિઓને પકડી પાડી પટમાંથી રૃા.૬૧૯૫૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના વામ્બે આવાસ પાસે શનિવારે રાત્રે જાહેરમાં જામેલા જુગાર પર ત્રાટક્ેલી પોલીસે ત્યાંથી ઘનશ્યામસિંહ ચંપુભાઈ પરમાર, રઝાક કાસમ સુમરા, ઉમેદ દેવજીભાઈ વિરાણી, બટુક જયંતિલાલ ભલગામા તથા રફીક મહંમદ ખફી નામના પાંચ શખ્સોને પકડી પટમાંથી રૃા.૨૫૦૦ કબજે કર્યા છે.