6.37 લાખનું ખાતર, ટ્રક, મોબાઈલ ફોન 2 અને રોકડા મળી 6.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
સબસીડી વાળું ખાતર કોમર્શીયલ યુરીયાના માર્કાવાળી બેગમાં ભરી ફેક્ટરીઓમાં વેચી નાખતા હોવાની શંકાએ સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યો દરોડો
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ટ્રકમાંથી સબસીડી વાળા ખાતરનો જથ્થો ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતી હોવાની શંકા ના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂ.250 થેલી ખાતર મળી રૂ. 26.81 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ અમદાવાદ શહેરના ઇન્ડસ્ટ્રીઝ માં ઉપયોગમાં લેવાતી હોવાની શંકા ના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નારોલ વિસ્તારમાં શેડ નં-38, અર્બુદા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રૂપ ટેક્સટાઈલની સામે, મુત્તોન ગલી, નારોલ-ઈસનપુર રોડ, નારોલ ખાતે આવેલ આસ્મી સ્પેશીયાલીટીઝ પ્રા.લીમીટેડ વાલી જગ્યાએ હર્ષ ગોયલ નામનો માણસ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતું યુરીયા ખાતર જે સરકાર દ્વારા સબસીટી આપવામાં આવે છે તે ગેરકાયદે રીતે મેળવી કોમર્શીયલ યુરીયાના માર્કાવાળી બેગમાં ભરી ફેક્ટરીઓમાં વેચીને સરકારની યુરીયા ખાતરમાં અપાતી સબસીડીનો દુરઉપયોગ કરી રહેલા છે.” તે માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સાથે ખેતીવાડીના અધિકારીઓને સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતાં, સદર જગ્યાએથી 7 વ્યક્તિઓ મળી આવેલા જેમાં મેનેજર સેંધાભાઈ કાનજીભાઈ દેસાઈ , મદદ કરનાર કુલદીપસિંહ રણજીતસિંહ ગોહિલ , 4 શ્રમિક અને ટ્રક સાથે ડ્રાઈવર મળી આવેલો સ્થળ પરથી યુરીયા ખાતરની 250 બેગ, 11250 કિલોગ્રામ જેની કુલ રૂપિયા 6,37,087.5 , ટ્રક નં- જીજે-23-વી-6808 કિ.રૂ.20 લાખ મોબાઈલ ફોન નંગ-02 અને રોકડા મળી રૂપિયા 26,81 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી, નારોલ પો.સ્ટે. એન્ટ્રી તા.04 થી દાખલ કરવામાં આવી છે.
કબ્જે કરેલા યુરીયા ખાતર સબસીડી વાળું છે કે કેમ ? તે અંગે પ્રાથમિક રીતે ખાતરી કરતાં નિમ કોટેડ જણાઈ આવેલું છે. પરંતુ સાયન્ટીફીક ખાત્રી કરવા સારૂ કબ્જે કરેલ યુરીયાના નમુના લઈ એફ.એસ.એલ. તેમજ ફર્ટીલાઈઝર ટેસ્ટીંગ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલુ છે, જેનો પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.