કુવાડવા રોડ પર ઝુપડામાં લાગેલી આગમાં બાળકી બાદ માતાએ દમ તોડયો
અબતક, રાજકોટ
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ દેવનગરમાં ગત 14મીએ ઝુપડામાં આગ લાગતા દેવપુજક પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા અને એક વર્ષની બાળકી પુરી ચેગાભાઇ સોલંકી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. સારવાર દરમિયાન આજે આ બાળકીની માતા ભાવુબેન ચંગાભાઇ સોલંકી (ઉ.વ.રપ) નું પણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ભાવુબેનના ઘરે પરાપીપળીયાથી તેનો ભત્રીજા સુનિલ દિપકભાઇ સોલંકી તેની પત્ની રૂપા સુનિલ સહીતના આવ્યા હોય લાઇટ જતા દિવો કરવા માટે સુનિલે પોતાના ટુ વ્હીલરમાંથી એક શીશામાં પેટ્રોલ કાઢયું હતુ બાળકીએ પેટ્રોલ લાલ હોય કે કાળુ એવું પૂછતાં સુનીલે તે જોવા દિવાસળી કરી એ વખતે જ શીશો ઢોળાતા ભડકો થતા ઝુપડામાં આગ લાગતા સુનીલ તેની પત્ની ફઇ ભાવુબેન તેની પુત્રીઓ પુરી અને પ્રિયા સહીતના દાઝી જતા સિવીલમાં ખસેડયા હતા. પરંતુ એક વર્ષની પુરીનો મૃતદેહ જ હોસ્5િટલે પહોચ્યો હતો.મૃત્યુ પામનાર ભાવુબેનને સંતાનમાં ચાર પુત્રી અનેએક પુત્ર પૈકી એક પુત્રીનું અગાઉ મૃત્યુ થયું હતું. ભાવુબેનના મોતથી ચાર સંતાનમાં વિહોણા થઇ ગયા હોસ્5િટલ ચોકીના અઆર.એસ. સાબડે કુવાડવા પોલીસને જાણ કરી હતી.