સીવીલ હોસ્પિટલમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ અવાર નવાર સીવીલ હોસ્પિટલમાં દર્દી અને દર્દીના સગાના મોબાઈલ ફોન અને વાહનો ચોરાયા હોવાનો બનાવો બન્યા છે. ત્યારે વધુ એક બનાવમાં માલીયાસણમાં રહેતો ગૌતમ વિનોદભાઈ ચાવડા નામનો યુવાન પોતાના દર્દીને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યો હતો.
ઓર્થો. વિભાગમાં યુવાન લાઈનમાં ઉભો હતો. ત્યારે બે શખ્સો બાજુમાં આવી થેલી આડી રાખી મોબાઈલ સેરવી લેવાની કોશિષ કરતા હતા. ત્યાં યુવાનનું ધ્યાન પડતા યુવાને સિકયુરીટી ઓફીસર એ.ડી.જાડેજાને જાણ કરતા સિકયુરીટી ઓફીસરે કોઠારીયા સોલવન્ટમાં શિતળામાના મંદિર પાસે રહેતા કિશન જગદીશ સોલંકીને ઝડપી લીધો હતો. જયારે એક ગઠીયો નાશી છૂટયો હતો. સિકયુરીટી ઓફીસર એ.ડી. જાડેજાએ પોલીસને જાણ કરી ગઠીયાને સોપી દીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com