રાજકોટમાં ઇન્સ્ટાગ્રામની ફેક આઈડીના કારણે પાડોશી પરિવાર બાખડયા મહિલા સહિત ચાર ઘવાયા
સોશિયલ મીડિયાના કારણે મારામારીના બનાવો અનેકવાર પોલીસ ચોપડે પ્રકાશમાં આવે છે ત્યારે ફરી એક સોશિયલ મીડિયાના કારણે બે પરિવારો બાખડયાં છે. રાજકોટમાં ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતા અને ન્યુઝપેપર ડિલિવરીનું કામ કરતા યુવાન પર પાડોશમાં રહેતા શખ્સોએ ધોકા વડે તેના પરિવાર પર હુમલો કરતાં તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાડોશી શખ્સ ને ફરિયાદીના ભત્રીજી ની ફેક આઈડી પરથી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા તેને તે બાબતે ઝઘડો કરી બે મહિલા સહિત સાત શખ્સોએ હુમલો કરતા હુમલામાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ગાંધીગ્રામ શેરી નંબર 2માં રહેતા અને ન્યુઝ પેપરનું ડીલેવરી નું કામકાજ કરતા જીગ્નેશભાઈ શરદભાઈ ઠાકરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું તે તેના પાડોશમાં રહેતા અમિત ધામેચા નામના શખ્સે તેના ઘરે આવી “તારીખ ભત્રીજી ધુર્વી મને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપે છે”તેમ કહી તેને છરી વડે હુમલો કરતા જીગ્નેશભાઈ તેના હાથમાંથી છરી આજકી તેને સમજાવ્યું હતું કે તે ફેક આઇડી માંથી મેસેજ આવ્યો છે પરંતુ તેને ઉશ્કેરાઈ ને ફોન કરી તેરા ભાઇ ચિરાગ ધામેચા સાથે નિશા ધામેચા અને એક અજાણી મહિલા અને ત્રણ અજાણ્યા પુરુષો ને ધોકા સાથે બોલાવી જીગ્નેશભાઈ પર હુમલો કરતા તેને બચાવવા માટે જીગ્નેશભાઈ ના ભાણેજ હીમાબેન રાવલ તેના ભાભી મેઘાબેન ઠાકર અને તેના કાકી રેખાબેન ઠાકર વચ્ચે પડતાં તેઓને પણ માથામાં ગંભીર ઈજા પહોંચતા ચાર અહીં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી છે જીગ્નેશ ભાઈ ની ફરિયાદ પછી મીત ધામેચા, ચિરાગ ધામેચા નિશા ધામેચા તથા એક અજાણી સ્ત્રી અને ત્રણ અજાણી પુરુષો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.