કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમામાં ઘુસેલી અલ નોમન બોટ કબ્જે કરી: ઓખા ખાતે જોઈન્ટ ઈન્ટ્રોગેશન માટે લઈ જવાયા

ગુજરાતના દરિયાઈ કિનારો દાણચોરો માટે સ્વર્ગ સમાન હોય તેમ અવાર નવાર પાકની નફટાઈ પૂર્વકની હરકતો બહાર આવી છે. પોરબંદરનાં દરિયામાં ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટશંકાસ્પદ હાલતમાં પેટ્રોલીંગ દરમિયાન  કોસ્ટગાર્ડની નજરે ચડતા પાકિસ્તાની અલનોમન નામની બોટ સાથે સાત પાકિસ્તાની ખલાશીની ધરપકડ કરી ઓખા ખાતે લઈ જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરવામાં આવશે.

ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાનની અલ નોમન બોટને કોસ્ટગાર્ડની અરીંજય પેટ્રોલિંગ શીપ દ્વારા ઝડપી લેવામાં આવી છે અને તેમાં સવાર 7 ખલાસીઓની પુછપરછ માટે ઓખા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાત એટીએસને ઈન્ટેલીજન્સ મારફ્ત ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાનની બોટ શંકાસ્પદ સામાન સાથે ભારતીય જળસીમામાં ઘુસી છે. આથી એટીએસ દ્વારા તુરંત આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ શીપ અરીંજય તુરંત આપેલ લોકેશન પર દોડી ગઈ હતી અને ત્યાં રહેલ અલ નોમન નામની ફિશિંગ બોટ અને તેમાં સવાર 7 પાકિસ્તાની ક્રુ-મેમ્બરને ઝડપી લઇ તમામની પુછપરછ માટે ઓખા લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બોટમાંથી શું મળ્યું છે તે અંગે સુરક્ષા એજન્સીઓએ કોઈ વિગત જાહેર કરી નથી.   એપ્રિલ માસમાં પોરબંદર ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલી ફિસિંગ બોટને લઇ મોટો ખુલાસો થયો હતો. જેમાં અપહરણ કરાયેલ  બોટોનો પાક મરીન સિક્યુરિટી ઉપયોગ કરતું હોવાનું સામે આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.