સાસણ ગીર સમાચાર
સાસણ ગીરના જંગલમાં અલભ્ય વન્યજીવો અને તેમની જીવનશૈલીને નિહાળવાનો એક અદ્દભુત લ્હાવો છે. આજની યુવા પેઢી ભૌતિક જીવન પાછળ જ્યારે ઘેલી બની છે. ત્યારે કુદરતના સૌંદર્ય ને માણવાનો સમય અને રસ બને ગાયબ થઈ રહ્યા છે. ત્યારે સાસણ ગીરથી 6 કિલોમીટર દૂર આવેલું સેવન લાયન રિસોર્ટની સુંદરતા ખુબ અદ્ભુત છે.
સાસણ ગીર ખરેખર અમિર છે, આ એક એવો વિસ્તાર છે જ્યાં ગાઢ જંગલ, નદીઓ, ઝરણાં, ડુંગરા, પૌરાણિક સ્થાનકો અને દરિયા કિનારો જેવા અમૂલ્ય કુદરતી સંપતિઓ છે.અહીં રહેતા પ્રાણીઓ અને માનવીય સમુદાય જાણે એક બીજાના પૂરક છે. ગીરના જંગલમાં વસતા અસંખ્ય વનયજીવો પોતાની એક આગવી જીવન શૈલી માં જીવે છે. નાના કાંચીડા થી લઈ, મહાકાય અજગર, નાનકડા માસૂમ હરણાં થી લઈ દીપડા ને સિંહ સૌ કોઈ પોતાના જીવનને માણે છે. સાસણ ગીરથી 6 કિલોમીટર દૂર મધ્ય ગીરમા શાંત વાતાવરણમાં ઝરણા ધોધ , ગાઢ જંગલ વચ્ચે આવેલ સેવન લાયન રિસોર્ટ જેની સુંદરતા અદ્ભુત છે. જ્યા બાળકો વડીલો માટે ખૂબ પારિવારીક માહોલ જોવા મળી રહ્યો છે.
આજના યુગમાં બાળકોને મોબાઈલ પ્રત્યે વધારે લગાઉ હોય છે ત્યારે સેવન લાયન રિસોર્ટની ખાસિયત એ છે કે અહી બાળકો માટે સ્વિમિંગ પૂલ, ક્રિકેટ, ઇન્દોર આઉટડોર ગેમ્સ વગેરે એક્ટિવિટી પણ કરવામાં આવે છે. જેથી બાળકો મોબાઈલની બહારની રમત ગમતોનો આનંદ માણી શકે. આ ઉપરાંત રાત્રી દરમ્યાન પરિવાર સાથે બાળકો લાઈટ આઉટ માં કેમ્પ ફાયર ધમાલ ડાન્સ, ગરબા વગેરે મન મોહક એક્ટિવિટીનો લાહવો માણે છે. આ કેમ્પ ફાયર ધમાલ ડાંસ આફ્રિકાના દાદા સીદી ધમાલની આદિવાસી નૃત્યનું ખાસ મનોરંજન અહી જોવા મળે છે.
હોટેલ સુવિધા
મોટાભાગના પ્રવાસીઓની તમામ પ્રાથમિક સુવિધા અને ત્યાંથી ફરવાલાયક સ્થળો નજીક થતા હોય તેવા રિસોર્ટ પસંદ કરતા હોય છે. સેવન લાયન રિસોર્ટમાં એસી હોલ, એસી રૂમ, લક્ઝરી ટેન્ક, કાઠીયાવાડી તથા પંજાબી રેસ્ટોરન્ટ તમામ સુવિધા આપવામાં આવે છે. આ રિસોર્ટની મહત્વની વાત એ છે કે, આજુબાજુ ફરવા જવાના પર્યટક સ્થળ કનકાઈ માતાજીનું મંદિર, જમજીરનો ધોધ, તાલાળા શ્રી બાઈ આશ્રમ, દેવ સોમનાથ વગેર સ્થળો નજીક થાય છે.