• મહેશ રાજપુત, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા, જગદીશ સાગઠીયા, મનસુખ કાલરિયા, દેવેન્દ્રસિંહ ગોહિલ અને દિનેશ મકવાણાને મત આપવાનો અધિકારી
  • પક્ષને મજબૂત કરવા સતત પરિશ્રમ કરતા નેતાઓને મતદાન માટે પણ લાયક ન ગણતા નારાજગી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની આગામી 17મી ઓકટોબરે યોજનારી ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચૂકયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર વચ્ચે ટકકર થવાની સંભાવીના રહેલી છે. રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણીમાં રાજકોટના સાત નેતાઓને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેના કેટલાક અજાણ્યા નામો છે જયારે વર્ષોથી પક્ષને મજબૂત કરવા તનતોડ મહેનત કરતા નેતાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં મતાધિકાર આપવા માટે હાઇકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના સાત નેતાઓને મતદાન કરવા માટે અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં મહેશ રાજપુત, મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી,  ગાયત્રીબા વાઘેલા, જગદીશભાઇ સાગઠીયા, મનસુખભાઇ કાલરિયા, દેવેન્દ્રસિંહ ગોહિલ અને દિનેશભાઇ મકવાણાની નિયુકિત કરવામાં આવી છે.

આ સાત નેતાઓની નામાવલીમાં બે થી ત્રણ નામો એવા છે જે પ્રજાતો ઠીક કોંગ્રેસના કાર્યકરોમાં પણ ઓછા જાણીતા છે. જશવંતસિંહ ભટ્ટી, અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી, ડો. હેમાંગ વસાવડા, સંજય અજુડિયા સહીતના શહેર કોંગ્રેસના નેતાઓએ હમેશા પ્રજાના પ્રશ્ર્નોને વેગ આપવાની કામગીરી કરી છે. આ ઉપરાંત પક્ષને પણ મજબુત બનાવવા માટે સતત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. રાજકોટમાં માત્ર સાત જ નેતાઓને રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં મત આપવાનો અધિકાર અપાતા પક્ષમાં થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.