કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષ્ણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પિરવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. આગામી ર0ર4 માં મા ઉમિયા પ્રાગટયના 1રપ વર્ષ્ નિમિતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મંગલા ચરણ રૂપે બિલ્વપત્રના શિર્ષ્ક હેઠળ ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી ભવ્યાતી ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીં સામાજીક સંમેલન માં ઉપસ્થિત રહેશે સાથે 1રપ સ્થળેથી કાર રેલીનો કાફલો તા. 1 ઓકટો. ને રવિવારે સિદસર પહોંચી મા ઉમિયાનો જયધોષ્ કરશે.
‘બિલ્વપત્ર’ સવા સતાપ્દી મહોત્સવનો આરંભ: માયભકતોમાં હર્ષની હેલી ત્રણ દિવસ સુધી થશે માઈ ભકિત: પાટીદાર સમાજની મહિલા ઉત્પાદકોના પ્રદર્શનનું પ્રારંભ: કાલે વિશાળ મહિલા સંમેલન
સિદસરના આંગણે મા ઉમિયાના સાનીધ્યમાં ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવનો આજે મંગલાચરણ થયો છે. વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિધા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ઉમા વાટિકા નુ ભૂમિપૂજન પાટીદાર ભામાશા મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી, ભૂપેશભાઈ ગોવાણી, દિપકભાઈ ગોવાણી, પિરવારના હસ્તે કરવામાં આવ્યુ આ ભૂમીપૂજન વેળાએ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટીઓ રમણીકભાઈ ભાલોડીયા, સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ઉમિયાધામ ખાતે ઉમા વાટિકા સંકુલના નિર્માણથી તીર્થધામ સિદસર ખાતે આવતા ભાવીકો માટે રૂા. 4પ કરોડના ખર્ચે આધુનીક સુવિધાનું નિર્માણ થશે.
હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં આરાધ્ય ઈશ્ર્વરના મંદિર શિખરે લહેરાતી ધ્વજાનું અનેરૂ પૌરાણીક મહત્વ છે. મંદિર શિખરે લહેરાતી ધ્વજાજી ભાવીકોના હદયમાં પોતાના આરાધ્યની આસ્થા અને ભક્તિના પ્રતીક સમાન છે. વેણુ નદીના કાંઠે મા ઉમિયાના મંદિરે ઉમિયાધામ સિદસરના શિખરે ધ્વજારોહણનો લ્હાવો લેવા કડવા પાટીદારોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોેવા મળે છે. સિદસરના મંદિર શિખરે દરરોજ 3 ધ્વજા ચડાવવામાં આવે છે. આદ્યશક્તિ મા ઉમિયાના ભાદરવી પૂનમે 1રપ મા પ્રાગટયદિન નિમિતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમના મંગલા ચરણ માં પ્રથમ દિવસે તા. ર8 ને શુક્રવારના રોજ ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી ના હસ્તે 1રપ કુટ ના દંડ પર 1રપ ગજની ધ્વજા લહેરાવી મા ઉમિયાના જયધોષ્ સાથે ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવ વેળાએ આગામી વર્ષ્ ર0ર4 માં યોજાનાર ભવ્યાતીભવ્ય સવા શતાબ્દી મહોત્સવના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ઉમિયા માતાજી મંદિર સિદસરના શિખરે લહેરાતી આ 1રપ ગજની ધ્વજાજી આગામી સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યા સુધી મંદિર શિખરે શોભાયમાન બની રહેશે. સિદસર મંદિરે આ અનન્ય ધ્વજારોહણ પ્રસંગે ધ્વજાનું પૂજન અર્ચન કરી મા ઉમિયાના ના જયધોષ્ સાથે કડવા પાટીદાર ભાઈઓલ્બહેનો દ્વારા ધ્વજાજીનું વાજતેલ્ગાજતે સામૈયુ કરવામાં આવ્યુ હતુ. આ ધ્વજારોહણ પ્રસંગે યજમાન તરીકે મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન ઉકાણી,તથા ડો. ડાયાભાઈ ઉકાણી પિરવાર, ઉમિયાધામ સિદસરના હોદેદારો અને બહોળી સંખ્યામાં ભાવીકો ઉપસ્થિત રહયા હતા.
મા ઉમિયાના પ્રાગટયદિન ભાદરવી સુદ પૂનમ નિમિતે અનેક શ્રધ્ધાળુઓ મા ઉમિયાના દર્શન માટે આવે છે સૌરાષ્ટ્રના વિવિધ 30 જેટલા સંધના પદયાત્રીકો વહેલી સવાર સુધીમાં સિદસર પહોચ્યા હતા. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, બી.એચ.ધોડાસરા, રસીકભાઈ ફળદુ, ભૂપતભાઈ ભાયાણી, ઉમિયા પિરવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા દ્વારા સિદસર પહોંચતી તમામા પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, વિગેર સ્થળોએ થી માતાજીની રથ સાથેની પદયાત્રીકોના સંધ સિદસર પહોચ્યા હતા.
આશરે 4000 જેટલા પદયાત્રીકો આજે ભાદરવી પૂનમે યોજાનારા 11 કુંડી મહાયજ્ઞમાં જોેડાશે તેમજ માતાજીની મહાઆરતીનો લ્હાવો લેશે. ભાદરવી પૂનમે સરેરાશ 40 હજારથી વધુ ભાવીકો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે ઉમિયાધામ ના આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા કડવા પાટીદાર ભાઈઓ બહેનો માં અનેરો થનગનાટ જોેવા મળી રહયો છે. મહોત્સવની પૂર્વ સંધ્યાએ ગઈ કાલે આશરે 8000 જેટલા ભાવીકોએ સિદસર ખાતે ભોજન પ્રસાદ ગ્રહણ ર્ક્યો હતો. ઉમિયા માતાજી મંદિર સંસ્થાન સિદસર દ્વારા ભાવીકોની રહેવા તથા ભોજન પ્રસાદનું યોજનાબધ્ધ આયોજન કરવામાં આવ્યુ છે.
આજની વધતી જતી મોંધવારીના સમયમાં મહિલાઓનું આત્મનિર્ભર બનવું અંત્યંત આવશ્યક બની રહયુ છે તેને ધ્યાને રાખી ઉમિયા પિરવાર મહિલા સંગઠન દ્વારા મહિલાઓને રોજગારી ની તક મળે તે ઉદેશ્ય સાથે વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રભરની મહિલા ઉત્પાદકો અને મહિલા વેપારીઓ વિવિધ ઉત્પાદનો, વસ્તુઓ જેવી કે કિચન વેર, લેડીઝ વેર, ચિડ્રન વેર, પર્સ, ગૃહ સુશોભનની વસ્તુઓ, આર્યુવેદીક દવાઓ, હોમ ડેકોર, ગોબર પ્રોડકટ, ઓર્ગેનીક દવાઓ, મધ, મુખવાસ, રમકડા, વુડન આઈટમ, કોસ્મેટીક, જેવી અનેકવિધ વસ્તુઓ ભાવિકો માટે પ્રદર્શન કમ વેચાણ માટે ખુલી મુક્વામાં આવી છે. આત્રિદિવસીય મહોત્સવમાં મા ઉમિયાના 1રપ માં પ્રાગટયોત્સવને ધ્યાને રાખી વિવિધ પ્રોડકટના 1રપ સ્ટોલ ના પ્રદર્શનનું ઉદધાટન મહિલા અગ્રણીઓ સોનલબેન ઉકાણી, ભાવનાબેન કોટડીયા, જયશ્રીબેન ટીલવા, મનીષબેન પટેલ, સરોજબેન મારડીયા, આરતીબેન રજોડીયા, કાજલબેન સીતાપરા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
મહોત્સવ દરમિયાન સેવા કાર્યોનો સરવાણી
સિદસર ખાતે ત્રિદિવસીય મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતીઓ અવિરતપણે ચાલુ રહેશે. આ મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત બાન ફાઉન્ડેશન દ્વારા બેતાલા અને આંખના નંબર ના ચશ્મા વિતરણ કરવામાં આવશે જેનો સીનીયર સીટીઝન લાભ લઈ શકશે તેમજ કુંડારીયા ફાઉન્ડેશનદ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે.
ત્રિદિવસીય કાર્યક્રમમાં સવાસોનો ત્રિવેણી સંગમ
સીદસર ખાતે આજથી શરૂ થયેલ ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવમાં 1ર5ના અંકનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મા ઉમિયા પ્રાગટયના 1ર5 વર્ષ નિમિતે સવા સતાપ્દી મહોત્સવ ઉજવવામાં આવીરહ્યો છે. જેમાં આજે 1ર5 ફૂટના દંડ ઉપર 1ર5 ગજની ધજા લહેરાવી કાર્યક્રમનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો આમ મા ઉમિયાનું પ્રાગટય, ધ્વજાદંડ તેમજ ધ્વજાજીનો 1ર5 અંક થતો હોય કાર્યક્રમ ત્રિવેણી સંગમ દર્શન થાય છે.