ત્રણ માસ પૂર્વે સર્જાયેલી દુર્ઘટનામાં 134 લોકોના મોત અને 200થી વધુ ઈજા પહોંચી ‘તી
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 134 જેટલા નિર્દોષ લોકો ભોગ લેવામાં અને 200 થી વધુ લોકોને ગંભીર ઈચ્છા પહોંચયાના ગુનામાં જેલ હવાલે રહેલા ઓરેવા કંપનીના 7 કર્મચારીની ચાર સીટ બાદની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે વધુ વિગત મુજબ મોરબી સહિત રાજ્ય ભરમાં ચકચાર જગાવનાર મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 134 થી વધુ લોકોના મૃત્યુ અને 200 થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ દુર્ઘટના માં મોરબી નગરપાલિકા પાસેથી ઓરેવા કંપની દ્વારા રીનોવેશન અને સમારકામ કરવાનું કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
પુલનું સમારકામ સહિતના વિવિધ કામો માટે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમ જ 26 10 2022 ના રોજ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ખુલ્લો મુકતા અને તેને જાળવણી માટે પૂરેવા કંપનીની બેદરકારી બહાર આવતા દિપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મનસુખભાઈ દવે ,મનસુખરાય દવે, મનસુખ વાલજી ટોપીયા, મહાદેવ લાખા સોલંકી અને અલ્પેશ ગેલા ગોહેલ ,દિલીપ ગેલા ગોહેલ અને મુકેશ દલસિંગભાઈ ચૌહાણ બે ચોકીદાર સહિત નવ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ જયસુખ પટેલ નાસી ગયા હતો. ગુનામાં પોલીસે ઓરેવા કંપનીના 9 કર્મચારીની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા જે લવાલે કરવામાં આવ્યા હતા.
તપાસની દ્વારા અદાલતમાં ચાર સીટ રજૂ કર્યા બાદ ઓરેવા કંપનીના સાત કર્મચારીએ જામીન પર છૂટવા અરજી કરી હતી.બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સ્પે.પી.પી. નિમાયેલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલું હતું કે જાન્યુઆરી 2020 માં જયસુખ પટેલે રાજકોટ કલેકટરને પત્ર લખી જણાવેલું હતું કે આ જુલતો પુલ ઘણો નબળો પડી ગયેલો છે. અકસ્માત સર્જાય તેવી શકયતા છે. આ મુજબના પત્રની આ સાતેય આરોપીઓને જાણ હોવા છતાં તેમજ રીનોવેશનના નામે ફકત નામ પુરતી કામગીરી કરેલી હોવાનું જાણવા છતાં સાતેય આરોપીઓએ અકસ્માતના દિવસે પુલ ઉપર 400 થી વધુ વ્યકિતઓને જવા દીધેલા હતા તેથી આ સાતેય આરોપીઓએ મુખ્ય આરોપી જયસુખ પટેલ જેટલા જ હોનારત માટે જવાબદાર છે.
આથી સાપરાધ મનુષ્ય વધ માટે જવાબદાર ઠરે છે. આ પ્રકારનો કામગીરી અંગેનો કોઈ ઈન્કાર ન હોય ત્યારે આવી કામગીરી માટે તેઓ ગુન્હાહીત કૃત્ય માટે કેટલા અંશે જવાબદાર છે તે ફકત અદાલતે જ નકકી કરવાનું છે તેથી આ સાતેય આરોપીઓની જામીન અરજીઓ કોઈપણ પ્રકારનો બચાવ ન હોવાને કારણે રદ કરવી જોઈએ. સરકાર તરફેની આ રજુઆતના અંતે મોરબીના પ્રિન્સીપાલ સેશન્સ જજ પી. સી. જોષી સાતેય આરોપીઓને ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સ્પે.પી.પી. તરીકે સંજયભાઈ કે.વોરા રોકાયેલ.