દુનિયામાં સાત અજાયબીઓ સિવાય પણ એવા અનેક રહસ્યમયી સ્થળ છે જેના વિશે જાણવાથી વ્યક્તિ આશ્ર્ચર્યમાં પડી જાય છે અમુક સ્થળો થોડીવાર માટે વ્યક્તિના મનને પણ સન્ન કરી દે છે. આવો જ એક પથ્થર દક્ષિણ ભારતના મહાબલીપુરમ કિનારે આવેલો છે. આ પથ્થર ૪૫ ડિગ્રીના ખુણા પર લટકેલો છે. આ પથ્થર સ્વર્ગમાંથી પડ્યો હોવાની માન્યતા છે. આ વિશાળ પથ્થર પહાડીના ઢાળ પર હોવા છતા ત્યાંથી હલવાનું નામ નથી લેતો ૨૦ ફુટ ઉચો અને ૫ મીટર પહોળા પથ્થરનું વજન આશરે ૨૫૦ ટન છે. આ પથ્થર ગુ‚ત્વાકર્ષણના નિયમની પણ અવગણના કરી વર્ષાથી લટકી રહ્યો છે.
આ પથ્થરનો ભગવાનનો ચત્મકાર માને છે. વર્ષો પહેલા દક્ષિણ ભારત પર શાસન કરનાર પલ્લવ વંશના રાજાએ આ પથ્થર હટાવવા અનેક પ્રયાસ કર્યો પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા.
આ ઉપરાંત વર્ષ ૧૯૦૮માં મદ્રાસના ગવર્નરે પણ આ પથ્થરને હટાવવા સાત હાથીની મદદ લીધી હતી તેમ છતા તે પથ્થર હલ્યો પણ નહી .હાલ તો આ પથ્થર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.