સમયસર સારવાર અને મજબૂત મનોબળ થકી સાજા થતા વડીલોને સમરસ હોસ્ટેલમાથી રજા અપાઇ
’મની મજબૂત રહીએ અને જરા પણ ડર્યા વગર સીધા જ હોસ્પિટલે પહોંચી જઈએ તો કોરોનાી સાજા ઇ શકાય છે. અમે વૃદ્ધાશ્રમના સાત વડીલો ૬૦ થી ૭૦ વર્ષની ઉંમરના છીએ. કોરોના યો અને સરકારી હોસ્પિટલમાં ઘર જેવી સેવા ચાકરી અને ઉત્તમ સારવારના રાજીપા સો આજે અમારી સંસમાં પરત ફરી રહ્યા છીએ. રાજકોટની સમરસ હોસ્ટેલ અમારા માટે દીકરાના ઘર સમાન છે.’ આ શબ્દો છે ૬૮ વર્ષના વૃધ્ધા રસીલાબેન આડેસરાના ..આજે રાજકોટના સમરસ કોવીઙ કેર સેન્ટરમાં તબીબો અને નર્સ બહેનોએ સાત વડીલોને માતા-પિતાની જેમ સાચવીને સારવાર કરીને સંસમાં જવા વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા. રાજકોટ નજીકના ઢોલરાના દીકરાનું ઘર સંસમાં ઘણા સમયી રહેતા અમૃતલાલ અંબાસણા ઉ.વ.૭૦, હીરાબેન ગોરધનભાઈ ચોવટીયા ઉ.વ.૬૦, ઉજીબેન જાવિયા ઉંમર ૭૦, અનસુયાબેન મકવાણા ઉમર ૬૧, રસીલાબેન જાવિયા ઉમર ૬૮ ,પ્રભાબેન વાજીયા ઉમર ૬૩, અને ભાવનાબેન આડેસરા ઉ.વ. ૬૫ એક સો કોરોના સંક્રમિત થયા હતા. તેમને સંસ્થા દ્વારા શરદી તાવ હોવાથી જાગૃતિ દાખવી સીધા જ સરકારી દવાખાને તપાસ માટે લવાયા હતા. આ સાત વડીલોમાંથી અમૃતલાલ ભાઈને ડાયાબિટીસ અને બીપીની બીમારી તેમજ હીરાબેનને ડાયાબિટીસ અને અન્ય પાંચ વડીલોને ઉંમરને કારણે નાની મોટી તકલીફ છતાં સમયસર સારવાર, મજબૂત મનોબળ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉપચાર સો અદ્યતન સારવાર મળી જતા ,સાજા ઈ જતા આ તમામ વડીલોને આજે સમરસ હોસ્ટેલ કોવીઙ કેર સેન્ટરના તબીબી સ્ટાફે પારિવારિક માહોલમાં રજા આપી હતી.