પ્રતિભા પર્વમાં ૧પ૦ થી વધુ સ્કુલોના ૩૦૦૦ થી વધુ વિઘાર્થી ઓ લીધો લાભ
પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે
પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીર દ્વારા પ્રમુખ પ્રતિભા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રમુખ પ્રતિભા પર્વ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધલેખન, પ્રશ્નોત્તરી, એકપાત્રીય અભિયન, સમુહગાન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટની ૧પ૦ થી વધુ શાળાઓના ૩૦૦૦ થી અધિક વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રમુખ પ્રતિભા પર્વને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રુવ ગ્રુપમાં ધોરણ પ થી ૭ વિઘાર્થીઓ, પ્રહલાદ ગ્રુપમાં ધોરણ ૮ થી ૧૦ ના વિઘાર્થીઓ તેમજ નચિકેતા ગ્રુપમાં ધો. ૧૧ અને ૧ર ના વિઘાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રત્યેકસ્પર્ધામાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીરના સંત નિદેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી દ્વારા વિઘાર્થીઓએ વ્યસનમુકિત, પ્રામાણિકતા, અને ચારિત્ય જેવા મુલ્ય નિષ્ઠાના પાઠો ચરિતાર્થ કરાયા હતા.પ્રમુખ પ્રતિભા પર્વમાં ભાગ લીધેલ અને શ્રેષ્ઠ દેખાવ કરેલ ૧પ૦ વિજેતા વિઘાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં રાજકોટના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીના હસ્તે વિજેતાઓને પારિતોષિક અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. અંતમાં અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ પ્રતિભા શાળી વિઘાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરુ પાડયું હતું.આ સન્માન સમારોહમાં મેયર બીનાબેન આચાર્ય, અનુજાબેન ગુપ્તા, સીમાબેન બંછાનીધી પાની તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવ નિયુકત પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા અને જાણીતા ઉઘોગપતિ મનીષભાઇ મડેકા, નાથાભાઇ કાલરીયા, શિવલાલભાઇ અદ્રોજા, વિક્રમસિંહ રાણાએ ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડયું હતું.