તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા પક્ષે કોરોડો વિંઝ્યો

સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા બદલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સાત સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુત્રાપાડા તાલુકા પંચાયતની અમરાપુર બેઠકના સભ્ય જીવીબેન જશુભાઇ સોલંકી, ધામળેજ-1 બેઠકના સભ્ય વનીતાબેન વિનુભાઇ ચાવડા, ધામરેજ-2 બેઠકના સભ્ય ચંદ્રિકાબેન બાબુભાઇ ફૂલબારૈયા, ઘંટીયા-4ના સભ્ય હમીરભાઇ અરજણભાઇ વાઢીયા, ગોરખમઢી બેઠકના સભ્ય શિલ્પાબેન નારણભાઇ ખુંટડ, કદવાર બેઠકના સભ્ય ખીમાભાઇ કાનાભાઇ વાજા અને સોળાજ બેઠકના સભ્ય મળુબેન મહેન્દ્રભાઇ રામને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.