ઠાંગામાં અફીણ અને ગાંજાની ખેતીનો વ્યાપ વધ્યો

એસઓજીએ રૂ.73.25 લાખની કિંમતના 2441 કિલો અફીણનો મુદ્દામાલ કબ્જે કર્યો: બંધાણીઓના જીવ તાળવે ચોંટયા

 

અબતક, રણજિતસિંહ ધાંધલ, ચોટીલા

ઠાંગા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમા ગાંજા અને અફીણનો મુદ્દામાલ જ નહીં પરંતુ ખેતરો ઝડપાયા છે. પોલીસે હાથધરેલી કાર્યવાહીમાં નાનીમોલડી ગામ વિસ્તારમાંથી સાત ખેતરોમાંથી અફીણની ખેતી ઝડપાઇ છે. પોલીસને આ ખેતરોની લંબાઈ અને પહોળાઈ માપવામાં 59 કલાક લાગ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર એસઓજીએ રૂ.73.25 લાખની કિંમતના 2441 કિલોના કુલ 77,525 અફીણના છોડવા ઝડપી પાડતા બંધાણીઓના જીવ તાળવે ચોટયા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ખાટડી અને ડાકવડલા ગામની સીમમાં આવેલા અલગ-અલગ સાત ખેતરમાં ઉગાડેલા લીલા અફીણના છોડ 77,525, વજન 2441 કિલો સહિત ફૂલ રૂ.73.23 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ વી.વી. ત્રિવેદી, એએસઆઈ એમ.એ.રાઠોડ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જે દરોડામાં ઝડપાયેલો મુદ્દામાલ કબ્જે કરી ફૂલ સાત શખ્શો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ નાની મોલડી પોલીસ મથકે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરી ચોટીલા તાલુકામાંથી મોટા પાયે ગેરકાયદે લીલા અફીણનું વાવેતર ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

આ દરોડા અંગે એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે ચોક્કસ હકીકતની નક્કર તપાસ કરી અમારી બંને ટીમે મહેમાન બનીને વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. બાતમીવાળા એક-એક ખેતરમાં સ્ટાફ ઉતારી સૂર્યોદય બાદ સરકારી કેમેરામેન સાથે સર્ચિંગ હાથ ધરી અફીણના છોડનું વાવેતર ઝડપી 59 કલાક સુધી સ્ટાફે તનતોડ કામગીરી કરી હતી, જેમાં એક-એક છોડ કાઢી તેની લંબાઈ-પોહળાઈનું માપ, કદ, વજન સહિતની પ્રક્રિયા પંચનામું કરી, એફએસએલની તપાસ પછી ગુનો દાખલ કર્યો છે.ઠાંગા વિસ્તારમાં કેટલાક રીત-રિવાજોમાં અફીણ ઠાલિયાનો કસુંબો સારા-માઠા પ્રસંગોએ પીવાતો હોય છે. પહેલાં પોષ ડોડવાના વ્યસનીઓને પરવાના અપાતા જે બંધ કરાતાંગેરકાયદે 5-6 હજારના કિલોના ભાવે આંબતાં આવા વ્યસનીઓ ઠાલિયામાંથી તેનાં બી કાઢી ખેતર-વાડીમાં છાંટતાં હતા. એસઓજીએ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતા બંધાણીઓના જીવ તાળવે ચોટયા છે.

 

કોના ખેતરમાંથી કેટલો જથ્થો ઝડપાયો

ડાકવડલા : ગોબરભાઈ રૂપાભાઈ મેર (ઉ.વ.70), રૂ.18,90,000 કિંમતના 630 કિલો વજનના 7560 છોડ

ખાટડી : મોહનભાઈ ભવાનભાઈ ભડાલિયા (ઉ.વ.56 ), રૂ. 30,000 કિંમતના 10 કિલો વજનના 650 છોડ

ખાટડી : માધાભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ.55), રૂ.20,10,000 કિંમતના 670 કિલો વજનના 43,550 છોડ

ખાટડી : વિનુભાઈ નસાભાઈ મેર (ઉ.વ.37), રૂ.93,000 કિંમતના 31 કિલો વજનના 2015 છોડ

ખાટડી : લઘરાભાઈ કુવરાભાઈ પડાયા (ઉ.વ.63), રૂ.21,90,000 કિંમતના 730 કિલો વજનના 15,120 છોડ

ખાટડી : ધુળાભાઈ ગોપાલભાઈ ચૌહાણ (ઉ.વ.41), રૂ.30,000 કિંમતના 10 કિલો વજનના 120 છોડ

ખાટડી : ભરતભાઈ ગોબરભાઈ સોરાણી (દરોડામાં ગેરહાજર) રૂ.10,80,00 કિંમતના 360કિલો વજનના 8560 છોડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.