માર્ગ મકાન, વાહન વ્યવહાર, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગો દ્વારા કરાયેલા જનહિતના નિર્ણયોને આવરી લેતું પુસ્તક

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેબિનેટ મંત્રી  પૂર્ણેશભાઇ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયો ના સંકલિત પુસ્તક સેવાયજ્ઞ રરર દિવસ-રરર નિર્ણયોનું રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવેલા છે તે તમામ નિર્ણયોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે.મુખ્યમંત્રી નેતૃત્વની રાજ્ય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર નિર્ણયોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે.રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો આ પુસ્તક વિમોચન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.